બોગસ વિઝા કૌભાંડમાં ધરપકડ બાદ પિતા અને પુત્ર જેલ હવાલે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરીકાના વીઝા મેળવવા માટે આઠ વ્યક્તિના બોગસ અને બનાવટી દસ્તાવેજ બનાવી ટેમ્પરરી બિઝનેસ વીઝીટર વીઝા અપાવવાનો પ્રયાસ કરનાર 'નેકસ્ટ જર્ની હોલીડે ’ના સંચાલક પિતા પુત્રના આજે રિમાન્ડ પુરા થતાં જ્યુ.મેજિ.એ બન્ને આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમરીકન કોન્સ્યુલેટે નેકસ્ટ જર્ની હોલીડેના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ આપતાં ક્રાઇમ બ્રાન્ચે મુકેશ નરેન્દ્રભાઇ ગુપ્તા અને નિતીન મુકેશકુમાર ગુપ્તા (બન્ને રહે.ર્તીથ ફ્લેટ, અરૂણોદય સોસાયટી પાસે, અલકાપુરી)ની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યાં હતા.

આજે તેના રિમાન્ડ પુરા થતાં તપાસ અધિકારીએ તેને અદાલત સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી. જ્યુ.મેજિ.એ પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.