શ્રાવણના ઉપવાસ: યંગિસ્તાન માટે સ્વાસ્થ્ય અને સાધનાનું રિમિક્સ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીલોની ટકોરથી બચવા અને સ્લિમનેસના વરદાન માટે શ્રાવણના ઉપવાસ ફિટનેસ એક્સપર્ટના મતે પ્લાન્ડ ઉપવાસ સાથે એકસરસાઇઝથી ફાયદો અરે યાર આ શ્રાવણ મહિ‌નો આવે એટલે ઘરના મેમ્બર્સમાંથી અડધો અડધ લોકો ઉપવાસ કરવાના થઇ જાય. આમાં આપણે ફસાઇ જઇએ કારણકે જંક ફુડ કે ચટપટી વાનગીઓને તો બાય બાય કરી દેવું પડે. ઉપવાસ કે ફરાળ ન કરે તો ટક ટક તો સાંભળવી પડે કે,'આજકાલનાં છોકરાંઓને સમજાતું જ નથી કે ભક્તિનો મહિ‌મા શું છે? પંદર મિનીટ પુજામાં આપી દેશો તો શું ખાટું મોળું થઇ જવાનું છે? ઇશ્વર માટે આટલું ય નહીં કરો?’ આ નેગિંગ પ્રોબ્લેમમાંથી છટકવું તો બહુ જરૂરી બની જાય છે. પરંતુ યંગિસ્તાન બહુ સ્માર્ટ પણ છે અને આવા પ્રોબ્લેસમનો તે સરળ રસ્તો કાઢી લે છે. શહેરનાં કેટલાય યંગસ્ટર્સ આ મહિ‌નાનો ડયુઅલ ફાયદો ઉઠાવે છે. તેઓ ઉપવાસ કરી લે છે જેથી ઘરમાં વડીલોની ટકોરથી બચી શકાય અને સાથે ડાએટના ફંડા પણ ફોલો કરે છે. સ્વાસ્થ્ય સાથે સાધના યુવાનોને માફક આવી ગઈ છે. ડાયેટિશ્યન્સ ટિપ્સ શ્રાવણના ઉપવાસમાં બહારનું જંકફૂડ લેવાનું બંધ થઇ જાય એ યંગસ્ટર્સ માટે બેસ્ટ બાબત છે. વરસાદમાં બહારનું ન ખાવામાં જ સાર છે. ઉપવાસથી ડાયજેશન અને હેલ્થ સિસ્ટમ સારી રહે છે. ઉપવાસમાં ક્યારેક બે ટાઈમનું એકસાથે જમવાથી કેલરીઝનું પ્રમાણ વધી જાય છે અને 'ડાએટ’ ઉપવાસ એળે જાય છે છાલવાળા ફ્રુટમાં ફાઈબર હોવાથી તે વધુ લેવા. ઉપવાસમાં તાજા ફળો, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ ઉપરાંત પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું. (ડાએટિશ્યન ડિમ્પલ પટેલે જણાવ્યા અનુસાર) દીપક રામરખિયાણી : મેનેજર-મેક્સિમમ ફિટનેસ જિમ ઉપવાસમાં બેલેન્સ ડાયેટ જરુરી શ્રાવણમાં ઉપવાસ કરનારાઓની સંખ્યા વધી જાય છે. ફિટનેસ સેન્ટરમાં આવનારા લોકોને માટે આ ધર્મ અને હેલ્થ બંને પર્પઝ સોલ્વ કરે છે. ઉપવાસ કરવાથી વજન ન ઉતરે એ દરેકે સમજી લેવું જોઇએ. પેટને આરામ આપવા ઉપવાસ કરી શકાય પણ ભુખ્યા રહેવાને ડાયેટિંગનું નામ આપવું ઠીક નથી. બેલેન્સ ડાયેટ મસ્ટ છે. ઉપવાસમાં એકટાણું કરનારાઓએ એક જ ભાણે બમણું જમવાની ભુલ ન કરવી. નીલાક્ષી રાંજણગાંવકર : સ્ટુડન્ટ ટુ ઈન વન ફાયદો હું ઉપવાસ કરીશ એટલે મારા વડીલો અને સગાંવહાલા ખુશ રહેશે. હું હેલ્થ કોન્શિયસ છું એટલે ફળાહાર વધારી દઇશ. ફ્રૂટ ત્વચાની સુંદરતા વધારવા માટે બેસ્ટ ઉપચાર છે એ મને ખબર છે. આખો મહિ‌નો ફળાહાર કરવો હોય તો શ્રાવણથી વધારે સારું બહાનું શું હોઇ શકે? જિનલ મહેતા : સ્ટુડન્ટ વરસાદમાં હેપી સ્ટમક આમ તો હું ક્યારેય ઉપવાસ નથી કરતી પણ આ વર્ષે મેં નક્કી કર્યું કે એક ટ્રાય કરી જોઉં. હું ટ્રાય કરીશ કે હું યોગ્ય આહાર લઉં. વરસાદની મોસમમાં ખોરાકથી માંદા પડવું એના કરતાં સાત્વિક આહારનો સહારો લેવામાં જ સાર છે. મારા પેરન્ટ્સ મારા આ નિર્ણયથી ખૂશ છે’ ડાયેટ રાયટ ઘરમાં મમ્મી ખુશ રહે અને દાદા-દાદી ખુશ રહે એવી ઈચ્છા હોય ત્યારે શ્રાવણ મહિ‌નો યુવાનોને કામે લાગે છે. મંદિરમાં થોડો સમય પૂજા માટે આપી દઈ સાથે ફળાહાર જેવા ડાયેટને ફોલો કરી સ્લિમ થવા માટે આ ધાર્મિ‌ક મહિ‌નાનો ડયુઅલ લાભ શહેરનાં યંગસ્ટર્સ ઉઠાવે છે. જાણીએ હેલ્થ અને રિલિજિયનનો મેળ.