104 ગામોના ખેડૂતોનું 31 માર્ચે સંમેલન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરવા માટે ખેડૂતોનું આગામી તા.૩૧ માર્ચે બિલ ગામ ખાતે સંમેલન યોજવાની જાહેરાત

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિનો વિરોધ કરવા માટે વુડા વિસ્તારમાં આવેલાં ૧૦૪ ગામોના ખેડૂતોનું આગામી તા.૩૧ માર્ચે બિલ ગામ ખાતે સંમેલન યોજવાની જાહેરાત કરાઇ છે.આ સંમલેન થકી ખેડૂતોને થતા અન્યાય સામેાો અવાજ વધુ બુલંદ બનાવાશે.

એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના સંચાલક હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે વિકાસના બહાના હેઠળ ખેડૂતોને અન્યાય કરતી નીતિઓ જાહેર કરી છે.

જેમાં વુડા દ્વારા નવી ટીપી સ્કીમોમાં ૪૦„ જમીન વિના વળતરે હસ્તગત કરવાની નીતિ તેમજ નોન ટીપી વિસ્તારમાં વિકાસની પરવાનગી માગનાર જમીન માલિકની ૪૦„ જમીન કપાત કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી અપાઇ છે.ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત કેન્દ્ર સરકારે અર્બન ડેવલપમેન્ટ વિસ્તારમાં આવેલી ખેતીની જમીનોના ખરીદ-વેચાણ ઉપર વેલ્થટેક્સ લેવાની જાહેરાત કરાઇ છે. બીજી તરફ રાજ્ય સરકારે પાણી-વ્યવસ્થા બિલ પસાર કર્યું છે. આ તમામ નીતિઓ ખેડૂત- વિરોધી હોઇ ખેડૂતો દ્વારા તેનો જોરદાર વિરોધ કરાશે.
આ નીતિઓ સામે આંદોલનનું આયોજન ઘડવા માટે આગામી તા.૩૧ માર્ચે પાદરા તાલુકાના બિલ ગામે વુડા વિસ્તારના ખેડૂતોનું સંમેલન યોજાશે.

ફ્રેઇટ કોરિડોરની જમીનના સંપાદનમાં અન્યાય

રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર યોજનામાં જમીન સંપાદનનું વળતર ચૂકવવામાં ગેરરીતિ થઇ હોવાનું પ્રકાશમાં આવતાં સીબીઆઇ તપાસ થઇ હતી. આ તપાસ પછી સંપાદન કરાતી જમીનો પેટે ચૂકવવામાં આવતા વળતરમાં ખેડૂતોને અન્યાય કરાતો હોવાની બૂમ ઊઠી છે. આ મુદ્દે સત્તાવાળાઓ રસ નહીં દાખવે તો ખેડૂતો આંદોલનના માર્ગે જઇ સંપાદનની પ્રક્રિયા સ્થગિત કરાવી દેશે તેવી ચીમકી એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના સંચાલકે ઉચ્ચારી છે.