'સુહાના સફર’ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વખત મ્યુઝિક-ડ્રાન્સ-ડ્રામાનો થશે અનોખો સમન્વય
ભારતીય સિનેમાનાં સુવર્ણ ૧૦૦ વર્ષ તથા યુનિ.ની પર્ફોિમ્ર્ાંગ આર્ટ્સ ફેકલ્ટીનાં પણ ૧૨પ વર્ષની ઉજવણી અંતર્ગત પર્ફોિમ્ર્ાંગ આર્ટ્સ ફેકલ્ટીના ૭૦ જુનિયર ટીચર્સ અને વિદ્યાર્થીઓ યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ વખત જ ભારતીય સિનેમાને અનોખી રીતે ટ્રિબ્યુટ આપશે.
ભારતીય સિનેમાનાં ૧૦૦ વર્ષની ઉજવણીના પર્વ નિમિત્તે પર્ફોિમ્ર્ાંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા પહેલી જ વખત મ્યુઝિક, ડ્રાન્સ અને ડ્રામા એમ ત્રણેય વિભાગનો સમન્વય કરીને અનોખો કાર્યક્રમ જ તૈયાર કર્યો છે. ૧૪મીએ સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાનાર 'સુહાના સફર’ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં પર્ફોિમ્ર્ાંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રો. પારૂલ શાહે જણાવ્યું હતું કે, ભારતીય સિનેમાનો બેઝ અલગ છે પણ તેમાં સંગીત, નૃત્ય અને નાટયનો સમાવેશ થાય છે. જેમાં પહેલી જ વખત જ ભારતીય સંગીતનાં જુદા-જુદા ૧૧ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ફેકલ્ટીના ૭૦ જિુનયર ટીચર્સ અને વિદ્યાર્થીઓ એકસાથે જ પોતાનો કાર્યક્રમ રજૂ કરશે.
પરફોર્મિંગ આર્ટ્સનાં એ ભૂતપૂર્વ છાત્રો કોણ?
દાદા સાહેબ ફાળકે, સુપ્રસિદ્વિ ગાયક સ્વ. કે.એલ.સહગલ, શંકર મહાદેવન્ના ગુરુ અને પદ્મભૂષણ શ્રીનિવાસન ખળે, સ્વપ્ના વાઘમારે, પીયૂષ રાનડે, દીપક બાવસ્કર, નેહા મહેતા, ધર્મેશ વ્યાસ, દિનેળ લાંબા, મિતાલી મુખર્જી, આસિત દેસાઇ જેવા એ ગીતકાર, સંગીતકાર, ગાયક, એકટર અને દિગ્દર્શક તરીકે પોતાનો ઓજસ પાથર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.