શહેરના પર્યાવરણના નામે વધારાના ખર્ચાઓની ‘ખિલવણી’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાને હરિયાળું રાખવા માટે સેવાસદન દ્વારા ૩૭પ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા ૭૩ બગીચાઓ છે. આ બગીચાઓ અને વિવિધ માર્ગો પર પર્યાવરણીય સંવર્ધનના હેતુથી વડોદરા મહાનગર સેવાસદનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના બજેટમાં જે ખર્ચ કરવામાં આવે તે પૈકી ત્રીજા ભાગ કરતાં પણ ઓછો ખર્ચ પર્યાવરણીય સંરક્ષણ માટે થાય છે. જ્યારે અન્ય કામગીરીના નામે લાખોનો ધુમાડો થાય છે. સેવાસદન દ્વારા શહેર-જિલ્લામાં બગીચાઓ અને રસ્તાઓને હરિયાળા રાખવા માટે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી થાય છે. ગત વર્ષ ૨૦૧૧-૧૨ની વાત કરીએ તો સેવાસદને કુલ ખર્ચ ૯.પ કરોડ રૂપિયા જેટલો કર્યો હતો. આ ખર્ચ પૈકીના અંદાજિત ૮ કરોડ તો આ વિભાગના કર્મીઓ અને અધિકારીઓના પગાર પેટે જ વપરાય છે. બાકીની રકમના ૩૦ ટકા જ રકમ એટલે કે અંદાજે ૪૨ લાખ રૂપિયાનો ખર્ચ પર્યાવરણીય હેતુ માટે જ થાય છે. વિભાગના બજેટના હેડમાં મોટાભાગનો બાગ બગીચાની સુવિધા માટેનો ખર્ચ હોય છે. દાખલા તરીકે લાઈટની સુવિધા પાછળ વર્ષે ૪,૦૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે.આ ઉપરાંત ફુવારા બનાવવા, જનરેટર ખરીદવા અને ટ્રાન્સફોર્મરમાં સુધારા વધારા માટે અને જાળવણી માટે જ વર્ષે દહાડે ૬૨ લાખનો અંદાજિત ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ વૃક્ષો ઉછેરવા માંડ ૩૬ હજારનો અને નર્સરીના વિકાસ માટે ૨.પ લાખનો ખર્ચ કરવામાં આવે છે. બગીચાઓના વિકાસ અને આકર્ષણ માટે ખર્ચ તો કરવો જ પડે હાલમાં પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં ખર્ચની જે ફાળવણી કરવામાં આવી રહી છે તે યોગ્ય જ છે. શહેરમાં આ વર્ષના અંત સુધીમાં ૧૧ નવા બગીચાઓ નું આયોજન છે. બગીચાઓના વિકાસ અને લોકોમાં આકર્ષણ જળવાય તે માટે ઇત્તર ખર્ચ તો કરવો જ પડે.-વી.આર.ચખિલિયા, ડાયરેકટર, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ. આ રહ્યો ખરેખર પર્યાવરણીય ખર્ચ ! ખર્ચની વિગત...........................ખર્ચની રકમ (રૂ.માં) આજવા તથા નિમેટાના બગીચાની નિભાવણી-રૂપિયા ૦૫,૯૩,૨૨૪ તમામ બાગોની ર્હોટિકલ્ચરસ નિભાવણી-રૂપિયા ૨૨,૮૭,૦૨૪ શહેરના વિવિધ માર્ગો પરના વૃક્ષો માટે પિંજરા ખરીદવા,દુરસ્ત કરવા અને ઝાડોની નિભાવણી- રૂપિયા ૦૨,૬૧,૪૯૬ બી, ઝાડ, માલસામાન-રેતી વગેરે ખરીદવા માટે- રૂપિયા ૦૪,૪૫,૪૫૧ નર્સરીના વિકાસ માટે ફુલછોડ ઉછેરવા, છોડ વેચાણ સુવિધા કેન્દ્ર અને શેડસ- રૂપિયા ૦૨,૫૮,૩૬૮ વહીવટી સંચાલન અને નિભાવણી ખર્ચ-રૂપિયા ૦૩,૪૮,૮૬૬ શહેરના વિવિધ માર્ગો પર વૃક્ષો રોપવા-રૂપિયા ૦૦,૩૬,૮૯૮ કુલ-રૂપિયા ૪૨,૩૧,૩૨૭ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના વર્ષ ૨૦૧૧-૧૨ના બજેટનું સરવૈયું ખર્ચની વિગત ખર્ચની રકમ ૧. આજવા-નિમેટા-શહેરના બગીચાઓ વિકસાવવા, ફુવારા બનાવવા જનરેટર ખરીદવા અને ટ્રાન્સફોર્મરમાં સુધારા વધારા કરવા- રૂપિયા ૫૭,૮૪,૦૩૦ ૨. આજવા તથા નિમેટાના દરેક ફુવારાની નિભાવણી- રૂપિયા ૦૩,૫૧,૦૪૯ ૩. સિવિલ, ર્હોટિકલ્ચરસ, ઇલેકટ્રિકલને મિકેનિકલ કામોની નિભાવણી અને નવીન કામો- રૂપિયા ૦૩,૯૧,૮૧૫ ૪. ઇતર બાગોમાં લાઈટની સુવિધા- રૂપિયા ૦૩,૯૮,૦૦૦ ૫. ઉધાનપરીના સંચાલન નિભાવણી અને દુરસ્તી- રૂપિયા ૦૧,૬૮,૭૧૪ ૬. વિશ્રાંતિ સ્થાન, બાગ-બગીચા રસ્તા પર છારું અને રેતી નાખવા માટે- રૂપિયા ૦૧,૪૯,૧૯૬ ૭. સયાજી બાગ ઓફિસ-ટ્રાફિક સેન્ટર વિકસાવવા-નવીનસાધનો- રૂપિયા ૦૧,૨૮,૨૭૪ ૮. શહેરના તમામ ફુવારાની નિભાવણી અને દુરસ્તી- રૂપિયા ૦૧,૦૩,૯૧૭ ૯. ટ્રાફિક આઈલેન્ડ સુશોભિત કરવા- રૂપિયા ૦૦,૪૯,૧૮૧ ૧૦. બાંકડા રંગરોગાન- દુરસ્ત કરવા-રૂપિયા ૦૦,૪૧,૦૦૦ ૧૧. ફળ, ફુલ પ્રદર્શન-સત્કાર યોજના- રૂપિયા ૦૦,૦૮,૦૦૦ ૧૨.શુભ પ્રસંગો અને સત્કાર પ્રસંગો-રૂપિયા ૦૦,૦૮,૪૮૮ ૧૩. શહેરના તમામ બાગોમાં સિવિલ,ર્હોટિકલ્ચરસ ટિકલ્ચર, મિકેનિકલ, ઇલેકટ્રિકલ કામોની નિભાવણી-રૂપિયા ૨૪,૯૮,૪૫૬ કુલ ખર્ચ- ૧,૦૦,૮૦,૪૮૦