• Gujarati News
  • Expressed Affliction Of Fisherman Released From Prison Of Pakistan

પાક.ની 'નર્ક'માંથી છૂટેલા માછીમારોએ વ્યક્ત કરી હ્યદયસ્પર્શી વ્યથા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાકિસ્તાનની જેલ નર્ક સમાન
- પાક. જેલમાંથી છૂટી વડોદરા રેલવે સ્ટેશને પહોંચેલા માછીમારોએ વ્યથા વ્યક્ત કરી
- સરબજીત પર હુમલા બાદ ભારતના કેદીઓને અલગ કોટડીમાં રાખ્યા હતા
- પાણીવાળું શાક અને પશુઓ પણ ન ખાઇ શકે તેવું ભોજન આપતા હતા


પાક. જેલમાં સરબજીત પર જીવલેણ હુમલો થયા બાદ અમારા જીવ પડીકે બંધાયા હતા. સુરક્ષા કારણોસર ભારતના ૪૮પ માછીમારો-કેદીઓને પાકિસ્તાનના જેલ સત્તાધીશોએ અલગ કોટડીમાં ખસેડી દઇને વાતાવરણ એકદમ શાંત પડી ગયું છે તેવું બતાવવાની કોશીશ કરી હતી.સરબજીતના હુમલા પ્રકરણ બાદ પાકિસ્તાનના જેલ સત્તાધીશો અમારી પાસે જ જેલમાં સાફ-સફાઇ કરાવતાં હતા.

જીવડાં પડેલું શાક અને પશુઓ પણ ન ખાઇ શકે તેવી રોટલીઓ અમને ખોરાકમાં આપતાં હતા. બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાઇને અમે વારંવાર બિમાર પડી જતા હતા. એમ પાક જેલમાંથી મુંબઇ-ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોચેલા ગુજરાતના ૪પ માછીમારોએ જણાવ્યું હતું.

આગળ વાંચો, જેલના ખોરાકથી એક આંખે અંધાપો