તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગુરુવારથી પરીક્ષાનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ)
વડોદરા: વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની વડોદરા-છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગુરુવાર તા.9 ઓક્ટોબરથી તા.13 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં અંદાજે 2.50 લાખ બાળકો ભાગ લેશે.
વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કુલ-2300 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. અા શાળાઓમાં ધો.1 થી 8 ના વર્ગો ચાલે છે. જે પૈકી ધો.3 થી ધો.8 સુધીના બાળકોની પ્રથમ સત્રની પરીક્ષા તા.9 ઓક્ટોબરથી શરૂ થઇ તા.13 ઓક્ટોબરે પૂરી થશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.પી.મહેતાના જણાવ્યા મુજબ શિક્ષકોની તાલીમ શિબિર આગામી દિવસોમાં શરૂ થનાર હોઇ પરીક્ષામાં રોજના બે પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા છે. પરીક્ષા તા.13 ઓક્ટોબરે પૂરી થયા બાદ તા.20 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે.