વડોદરામાં ભેદી રોગથી રહીશોમાં ફફડાટ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શરીર પર થતી ફોલ્લી ગણતરીના સમયમાં મોટું ગુમડું બની જાય છે હાઈડોઝની એન્ટિબાયોટિક્સ પણ અસર કરતી નથી શહેરના જૂનાપાદરા રોડ તેમજ રેસકોર્સ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીના રહીશો કેટલાક દિવસોથી વિચિત્ર રોગચાળામાં સપડાઈ રહ્યા છે. શરીર પર થતી નાનકડી ફોલ્લી બે ત્રણ દિવસમાં મોટું ગુમડું બની જતાં અસહ્ય દુખાવાને કારણે રહીશો કોઈ કામકાજ કરી શકતાં નથી. મોટા ભાગના રહીશોને સારવાર દરમિયાન હાઈડોઝની એન્ટિબાયોટિક્સ ખાધા બાદ પણ કોઈ ફરક નહિ પડતો હોઈ તેઓએ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. આ પૈકીના કેટલાય રહીશોને ઓપરેશન કરી ગુમડું દૂર કરવાની ફરજ પડી રહી છે. જુનાપાદરા રોડની નંદ સોસાયટીમાં રહેતા જવેલર્સ મયુરભાઈ રાનપુરાએ જણાવ્યું હતું કે ડાબા હાથે નાનકડી ફોલ્લી થતાં ફોડી નાખી તેના બે જ દિવસમાં આખો હાથ ફુલી ગયો હતો. જેથી હાથ પર નાનકડી શસ્ત્રક્રિયા કરાવવી પડશે.જ્યારે મનીષા સોસાયટીની જીજ્ઞા શાહે જણાવ્યું હતું કે ગુમડુ મટી ગયા બાદ ડાઘો રહી જતાં તેને દૂર કરવાની મથામણ કરવી પડશે. શસ્ત્રક્રિયા કરાવવી પડી વાસણરોડ મનીષા સોસાયટીમાં રહેતા અને સંતકબીર સ્કૂલના ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં ૯ વર્ષીય પ્રથમ પ્રતીકભાઈ શાહે જણાવ્યું હતું કે તેના ડાબા પગે થયેલી ફોલ્લી ફોલ્લો બન્યા બાદ દવા લીધી હતી. ફરક નહિ પડતાં આખરે નાનકડી શસ્ત્રક્રિયા કરાવી તે દૂર કરાઈ હતી. દવા અસર કરતી નથી જુનાપાદરા રોડ પર હર્ષપાર્કમાં રહેતાં પ૬ વર્ષીય વર્ષાબહેન મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત શુક્રવારે પગમાં નાનકડી ફોલ્લી બાદ મોટું ગુમડું થતાં સમગ્ર પગમાં સોજાના કારણે ફુલી ગયો છે અને સખત પીડા થઈ રહી છે.એન્ટિબાયોટિક્સ પણ અસર નહિ કરતાં હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે. ‘સેલ્યુલાઈટિસ’ માટે સાવચેતી જરૂરી જૂનાપાદરા રોડની સોસાયટીના રહીશોમાં થઈ રહેલી બીમારી કોઈ ભેદી રોગચાળો નથી. નાનકડી ફોલ્લીના બેકટરિયા સ્કીનના નીચે સોફ્ટભાગમાં સ્પ્રેડ થતાં એબ્સેસ ફોરમેશન થાય છે અને ફોલ્લી મોટા ફોલ્લામાં પરિવતિgત થાય છે જેને તબીબી ભાષામાં સેલ્યુ લાઈટિસ કહેવાય છે. મોટા ભાગે એન્ટિબાયોટિક્સથી આ ફોલ્લી પર કાબૂ મેળવાય છે. જોકે કેટલાક કિસ્સામાં શરીરના જે ભાગમાં ફોલ્લો થયો હોઈ તેની આસપાસ પરુ ફેલાઈ જતાં તે ફુલી જવાના અને દુ:ખાવો થતો હોઈ શસ્ત્રક્રિયા કરવી પડે છે. અમારી હોસ્પિટલમાં પણ આવો કેસ આવ્યો છે જેમાં હાથના ભાગે ઓપરેશન કરાશે.-ડૉ. કશિન જાની, એમ.ડી.