તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણ ટોલપ્લાઝા પર ઇમર્જન્સી લેન શરૂ કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉભી કરાયલી ઇમરજન્સી લાઇન આપત્તિના સમયે કે ટ્રાફિકજામ વખતે અસરકારક નીવડશે

વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે સ્થિત કરજણ ટોલપ્લાઝા પર ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે વધારાની ઇમરજન્સી લાઇન ઊભી કરવામાં આવી છે. આપત્તી સમયે તેમજ ટ્રાફિકજામ હોય ત્યારે આ લાઇનનો ઉપયોગ કરવામાં આવશે. નેશનલ હાઇવે નં. ૮ પર વડોદરા-ભરૂચ વચ્ચેના કરજણ ટોલ પ્લાઝા પરથી દરરોજના ૩૦થી ૩પ હજાર વાહનો પસાર થાય છે. જે પૈકી ૧પથી ૧૮ હજાર તો કાર જ હોય છે જ્યારે ૮થી૯ હજાર ટ્રકનો સમાવેશ થાય છે.

આ ફરિયાદોના નિવારણ માટે એલ એન્ડ ટી વડોદરા-ભરૂચ ટોલવે લિમિટેડ દ્ધારા એક ખાસ ઇમરજન્સી લાઇન ઊભી કરવામાં આવી છે. આ લાઇનનો ઉપયોગ એમ્બ્યુલન્સ જેવા વાહન, આપત્તી સમયે કે ટ્રાફિકજામના સમયે કરવામાં આવનાર છે. નવી ઇમરજન્સી લાઇનની સાથે ટોલ પર વાહનોની અવરજવર માટે લાઇનનો આંક ૧૭ પર પહોંચી ગયો છે. ઇમરજન્સી લાઇન ટ્રાફિક જામ તેમજ આપત્તીના સમયે અસરકારક નીવડશે તેવી સત્તાધીશોને આશા છે.

કુલ 18 લાઈન કાર્યરત

ટોલ પ્લાઝા પર અત્યાર સુધી ૧૬ લાઇન હતી. એમ્બ્યુલન્સના વહન તેમજ ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે અમે વધુ એક લાઇન ઊભી કરી દીધી છે. હાલ વડોદરાથી ભરૂચ તરફની લાઇન બનાવાઇ છે જ્યારે ભરૂચથી વડોદરા તરફની લાઇન માટે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. બંને લાઇન કાર્યરત થાય તો કુલ ૧૮ લાઇન થઇ જશે.- સંજય માથુર, પ્રોજેક્ટ મેનેજર