પ્રજ્ઞાચક્ષુઓ માટે શહેરના યુવાનોએ \'ઇલેક્ટ્રોનિક ઘડિયાળ’ બનાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાબરિયા ઇન્સ્ટિ‌ટયૂટના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના ચાર વિદ્યાર્થીઓએ પ્રોજેકટ તૈયાર કરી પેટન્ટ રજિસ્ટર કરાવી
- પ્રજ્ઞાચક્ષુ ઘડિયાળ દ્વારા માર્ગમાં વ્યકિત છે કે વસ્તુ તેને અવાજ દ્વારા ઓળખીને રસ્તો ઓળંગી શકે છે


પ્રજ્ઞચક્ષુઓ સલામત રીતે રસ્તો ઓળંગી શકે તેમજ પોતાની રોંજિદી કામગીરી કરી શકે તે માટે શહેરની બાબરિયા ઇન્સ્ટિ‌ટયૂટના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના ચાર વિદ્યાર્થીઓએ ' ઇલેક્ટ્રોનિક ઘડિયાળ-ગેઝેટ’ તૈયાર કરી છે. ઇલેક્ટ્રોનિક ઘડિયાળ-ગેઝેટની વિશેષતા એ છે કે પ્રજ્ઞાચક્ષુઓ પોતાના હાથ પર એકવાર ઘડિયાળ બાંધ્યા બાદ તેના પર લાગેલા સેન્સર દ્વારા જો માર્ગ પર વ્યકિત આવે તો ઘડિયાળમાંથી તરત જ બીપ..બીપ..બીપ.. અવાજ આવવા લાગે છે. બીપ..બીપ..બીપ અવાજથી પ્રજ્ઞાચક્ષુ ઓળખી લે છે કે માર્ગમાં વ્યકિત છે.

જ્યારે માર્ગ પર કે પ્રજ્ઞાચક્ષુની આસપાસ કોઇ વસ્તુ કે નર્જિી‍વ વસ્તુ આવે તો તરત જ સેન્સર તે વસ્તુને સેન્સ કરીને વાઇબ્રેટ થવા લાગે છે. તેની ખાસિયત એ છે કે પ્રજ્ઞાચક્ષુ જેમ-જેમ વ્યકિત કે વસ્તુની નજીક આવશે તેમ-તેમ બીપ..બીપ. અવાજ એકદમ વધી જશે તથા વાઇબ્રેટરનું વાઇબ્રેશન પણ વધી જશે. આ તમામ બાબતો ઘડિયાળમાં ડિસપ્લે થશે. પ્રજ્ઞાચક્ષુ વ્યકિત માટે અનોખી ઇલેક્ટ્રોનિક ઘડિયાળ તૈયાર કરનાર શહેરની બાબરિયા ઇન્સ્ટિ‌ટયૂટના ચાર વિદ્યાર્થીઓ તેજસ પટેલ, ભાવિન ગાંધી, સમીર ઘાડગે અને નિસર્ગ ઠાકુરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાજિક જવાબદારીના ભાગરૂપે એવો પ્રોજેકટ કરવા માંગતા હતા કે જેમાં વિશ્વભરની કમ્યુનિટીને કામ લાગે છે.

પ્રજ્ઞાચક્ષુઓની તકલીફો જાણ્યા બાદ અમે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ. દીપેશ પટેલના માર્ગદર્શનમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવવાનું નક્કી કરીને અમે માત્ર ૧૭ દિવસમાં જ માઇક્રો કન્ટ્રોલર, પીઆઇઆર સેન્સર, અલ્ટ્રા સોનિક સેન્સર, વાઇબ્રેટર મોટર, એલઇડી અને પાવર ર્સોસનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક ઘડિયાળ-ગેઝેટ તૈયાર કરી છે. પ્રાયોગિક પ્રયોગ સફળ બન્યા બાદ અમે ' એડવાન્સ વ્હાઇટ કેન યિુસંગ’ નામથી પ્રોજેકટની પેટર્ન રજિસ્ટર કરાવી દીધી છે.

ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કેવી રીતે કામ કરે છે?

પ્રજ્ઞાચક્ષુ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ હાથ પર પર્હેયા બાદ જે દિશામાં એટલે કે ડાબી બાજુ કે જમણી બાજુ જવાનું હશે તે દિશા તરફ હાથ રાખતાં જ ત્યાંથી વ્યકિત કે વાહનો સહિ‌તની વસ્તુઓ પસાર થાય છે તે સેન્સર દ્વારા જાણી શકશે. વ્યકિત હશે તો બીપ અને વસ્તુ હશે તો વાઇબ્રેટ થશે. બંને વસ્તુઓ નજીક આવશે તેમ અવાજ-વાઇબ્રેશન વધી જશે. ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળમાં ૧૨ વોલ્ટની બેટરી હશે. જે ૧પ કલાક સુધી ચાલશે.