બૂથમાં પક્ષોની સ્લિપ લઇને જનારા સામે ગુનો નોંધાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપે મતદાર કાપલી છપાવી આચારસંહિ‌તાનો ભંગ કર્યો હોવાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઇ હતી
પક્ષોને પક્ષના પ્રતીક કે ઉમેદવારની તસવીર ધરાવતી ઓળખ કાપલી મતદારોને નહીં આપવાનો અનુરોધ


લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોને પક્ષના પ્રતીક કે ઉમેદવારની તસવીર ધરાવતી ઓળખ કાપલી મતદારોને નહીં આપવાનો અનુરોધ ચૂંટણી પંચે કર્યો છે. તેમ છતાં જો આવી કાપલી લઇને મતદાન મથકની હદમાં પ્રવેશનારા મતદારો સામે ગુનો નોંધાશે અને ચૂંટણી વિભાગને કાયદેસરનાં પગલાં લેવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.ઉમેદવારો અને રાજકીય પક્ષો સાથે સંકલન માટેની બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.વિનોદ રાવે જણાવ્યું હતું કે, મતદારોને મતદાર યાદીમાં તેમનો ભાગ ક્રમાંક, મતદાન મથકનું સ્થળ તેમજ ઓળખનો પુરાવો ઉપલબ્ધ કરાવવા ભારતના ચૂંટણી પંચે સ્વખર્ચે મતદાર ફોટો ઓળખ કાપલી છાપવા અને તેનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે. તા.૩૦ મીએ યોજાનાર મતદાન સંદર્ભમાં હાલમાં બીએલઓઝ દ્વારા તેનું વિતરણ કરાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષોને તેમના પ્રતીક અને ઉમેદવારની તસવીર સાથેની મતદાર કાપલી નહીં છાપવાનો અનુરોધ ચૂંટણી પંચે કર્યો હોવા છતાં ભાજપ દ્વારા આ પ્રકારની મતદાર કાપલી છપાવી વિતરણ કરી આચારસંહિ‌તાનો ભંગ થતો હોવાની રજૂઆત કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ શૈલેષ અમીન દ્વારા ગુરુવારે જિલ્લા ચૂંટણી અધિકારીને કરાઇ હતી.

મોદીની પત્રિકા અંગે તપાસનો આદેશ

ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતી મતદારોને મોકલાી પત્રિકાથી આચારસંહિ‌તાનો ભંગ થતો હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. ચૂંટણીમાં મતદારોએ ક્યાં મતદાન કરવાનું છે તેની જાણકારી આપતી વોટર સ્લિપ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવનાર છે. જેના પગલે ઉમેદવારનો પ્રચાર કરતી વોટર સ્લિપનું વિતરણ નહીં કરવા ચૂંટણી પંચે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો. જેના પગલે કોંગ્રેસ દ્વારા આ વખતે મતદાર સ્લિપ છપાવવામાં આવી નથી. દરમ્યાન ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીની પ્રચાર કરતી ફોટા સાથેની મતદાર સ્લિપ છપાવી તેનું વિતરણ શરૂ કરાયું છે. જેમાં મતદારે ક્યાં મતદાન કરવાનું છે તથા તેનું નામ મતદાર યાદીમાં ક્યાં છે તેની વિગતો પણ આપી મતદારના નામ સાથે પત્રિકા મોકલવામાં આવી રહી છે. આ પત્રિકાનું વિતરણ આચારસંહિ‌તાનો ભંગ હોવાની કોંગ્રેસ દ્વારા આજે કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસની ફરિયાદના પગલે કલેકટરે તપાસનો આદેશ આપ્યો છે.


આગળ વાંચો બાબા રામદેવના કાર્યકરની મંજૂરી રદ્દ...
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા વડોદરા આવશે.
મતદારોને છાશ આપવાના મુદ્દે કોંગ્રેસનો વિરોધ