વડોદરા: અચૂક મતદાનનો સંદેશો પહોંચાડવા રેશનિંગની દુકાનો, ગેસ એજન્સીઝ અને પેટ્રોલ પંપ સંચાલકોને અનુરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર)
વડોદરા: લોકસભા બેઠકની પેટાચૂંટણી તા.૧૩ સપ્ટેમ્બરે યોજાનાર હોઇ આ ચૂંટમીમાં અચૂક મતદાન કરવાનું છે તેવો સંદેશો મતદારો સુધી પહોંચાડવાનો પુરવઠા વિભાગ સાથે સંકળાયેલા રેશનિંગની દુકાનવાળા, ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ સંચાલકોને અનુરોધ જિલ્લા ચૂંટણી અધિકારી-કલેક્ટર અવંતિકાસિંઘે કર્યો છે. તેમણે જણાવવ્યું હતું કે, આ ત્રણેય સંસ્થાઓ વ્યાપક અને નિયમિત લોકસંપર્ક ધરાવે છે. તેમના માધ્યમથી પ્રત્યેક ઘર સુધી મતદાન કરોનો સંદેશ પહોંચાડી શકાય. ભૂતકાળમાં પણ આ સંસ્થાઓએ મતદાન જાગૃતિ સહિત વિવિધ સામાજિક યોજનાઓમાં પૂરતો સહયોગ આપ્યો હોવાની પણ તેમણે નોંધ લીધી હતી.
મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી એચ.કે.વ્યાસ સ્વીપના ભાગરૂપે આ બેઠકનું આયોજન કર્યું હતું. આ તમામ સંસ્થાઓ પોતાના ધંધાના સ્થળે મતદાનની તારીખ અને સમયની જાણ લોકોને કરતા બેનર્સ લગાવે અને લોકજાગૃતિ કેળવવામાં સહયોગ આપે તેમ વ્યાસે જણાવ્યું હતું.