મોદીની શપથવિધિ: દુલ્હનની જેમ શણગારાયું વડોદરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાથી લોકસભા ચૂંટણી લડી જંગી બહુમતિથી જીત્યા બાદ નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઇ રહ્યાં છે. ત્યારે વડોદરામાં દિવાળી જેવો ઉજવણીનો માહોલ છે.

વડોદરાની જુદીજુદી ઇમારતો રોશનીથી શણગારવામાં આવી છે. શહેરના કેટલાક સર્કલ પર પણ રોશની કરવામાં આવી છે. વડોદરામાં સાંજના સમયે આતશબાજી પણ કરવામાં આવશે.
વડોદરાની મુખ્ય સરકારી ઇમારતોમાં ન્યાયમંદિર, કલેક્ટર કચેરી, વડોદરા મહાનગર સેવા સદનની કચેરી તથા શહિદ ભગત સિંહ ચોક પર નયનરમ્ય રોશનીથી જળહળી ઉઠ્યા છે.