ચૂંટણી ફોટો ઓળખકાર્ડ માટે નાગરિક (અ)સુવિધા કેન્દ્રનો આરંભ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ભુવન ખાતે તંબુ ઊભો કરી કામકાજ શરૂ કરવામાં આવ્યું નાગરિકો માટે તંબુમાં પંખાની કે બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા નથી ખુલ્લામાં સુવિધા ઉભી કરનાર તંત્ર પાસે અન્ય કોઈ જગ્યા જ ન હતી? સરકારી તંત્રમાં કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવા પાછળનો આશય નાગરિકો માટેની સુવિધા હોય છે. પરંતુ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવતી આવી વ્યવસ્થાઓમાં પાયાની જરૂરિયાતોને નજર અંદાજ કરવાની પ્રવૃત્તિ સુવિધાને બદલે અસુવિધાનું કારણ બનતી હોય છે. આજે જ નર્મદા ભુવન ખાતે ચૂંટણી ફોટો ઓળખકાર્ડ માટે શરૂ કરવામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્ર જાણે મતદાર અસુવિધા કેન્દ્ર તરીકે બન્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આગામી ચાર મહિના માટે ચાલનાર આ મતદાર સુવિધા કેન્દ્રનો લાભ લેવા રોજ હજારો નાગરિકો આવે તેમ છે. પરંતુ અહીં ખુલ્લામાં જ તંબુ કે શેડ બનાવી કરવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા ચોમાસાના દિવસોમાં મોટી મુશ્કેલી આપનાર સાબિત થાય તેમ છે. શહેરની પાંચ વિધાનસભા બેઠક અને શહેરને અડીને આવેલા વડોદરા ગ્રામ્ય વિસ્તારના ગામો માટે નર્મદાભુવનના ભોયતળિયા પર શરૂ કરવામાં આવેલા મતદાર સુવિધા કેન્દ્રનો આજે આરંભ થયો હતો. જ્યાં મતદાર યાદીમાં નામ હોય પરંતુ ફોટો ઓળખકાર્ડ નહીં ધરાવતાં મતદારો માટે આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ફોટો ઓળખકાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ નર્મદા ભુવનમાં કાર્યરત કરવામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્રમાં સુવિધાનાં નામે મીંડું જોવા મળે છે. અહી આવનાર મતદારને બેસવાની વ્યવસ્થા જ નથી કરાઈ. આ ઉપરાંત આકરી ગરમીના દિવસોમાં લાંબી કતારમાં ઊભા રહેવાનું થાય તેવા સંજોગોમાં તંબુમાં પંખાની પણ સુવિધા આપવામાં આવી નથી. જેના કારણે મતદાર સુવિધા કેન્દ્રો અસુવિધા કેન્દ્ર બની રહ્યું છે.શું જિલ્લા ચૂંટણી તંત્ર આ પ્રશ્નો જોઈ શક્યું નથી? શું તંત્ર પાસ કોઈ અન્ય જગ્યા નથી? જેવા અનેક પ્રશ્નો અંહીથી શરૂ થયા છે. ફોર્મ ભરવા માટે દીવાલનો ફરજિયાત સહારો લેવો પડશે ચૂંટણી ઓળખકાર્ડ મેળવવા માટે આવતા મતદારોને તેમની માગણી માટે ફોર્મ ભરવાનું હોય છે. જે માટે ટેબલ મુકી અલગ વ્યવસ્થા કરવાના બદલે કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી. આ સ્થિતિમાં મતદારો નજીકમાં આવેલી દીવાલનો ઉપયોગ ટેબલ તરીકે કરી ત્યાં ફોર્મ ભરતા હોય છે. પરંતુ જ્યારે ધસારો વધશે ત્યારે ફોર્મ ભરવા માટે પણ ઝઘડા થાય તેવા સંજોગો સજૉયાં છે. પાર્કિંગના સ્થળે તંબુ બાંધતાં મુલાકાતીઓ માટે સમસ્યા મતદાર સુવિધા કેન્દ્ર માટે નર્મદા ભુવન સી બ્લોકની પાછળના ભાગમાં તંબુ બાંધવામાં આવ્યો છે. પરંતુ આ સ્થળે વાહનોનું પાકગિ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા ભુવન અને પોલીસ ભુવનમાં આવતા મુલાકાતીઓના પાકગિના એક મોટા ભાગને બંધ કરી ત્યાં તંબુ ઊભો કરી દેવામાં આવતાં વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સજૉઇ છે. ચોમાસામાં વરસાદમાં ભીજાવું પડશે મતદાર સુવિધા કેન્દ્રના તંબુ અને નર્મદાભુવનની દિવાલ વચ્ચે એક ફૂટનું અંતર છે. ચોમાસામાં આ જગ્યામાંથી આખા સી બ્લોકનું પાણી આ રસ્તે જ આવતું હોય છે. આવી સ્થિતિમાં નાગરીકોને વરસાદમાં ભિંજાવું પડશે.