તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી સુધરી: ખાદ્ય તેલ, ખાંડ અને કઠોળના ભાવ ઓછા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ખાંડના ભાવમાં પ્રતિ કિ.ગ્રા. પ ગગડય
-કપાસિયા તેલમાં ૧૦,
સિંગતેલમાં પ૦ ઘટી જતાં ગૃહિ‌ણીઓ ખુશ

દિવાળી પર્વમાં વિવિધ પ્રકારના કઠોળ, ખાદ્યતેલ અને ખાંડનો ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા રહેતાં ખર્ચ ઓછો થવાને કારણે દિવાળી સુધરી ગઇ હોવાનું લાગી રહ્યું છે.છેલ્લા કેટલાક વર્ષોથી સિંગતેલનો ભાવ સતત વધતો રહ્યો હતો. એટલું જ નહીં ગત વર્ષે સિંગતેલનો પ્રતિ કિ.ગ્રા.નો ભાવ મહત્તમ ૧પ૦ ની સપાટીએ પહોંચ્યો હતો. જો કે,કપાસિયા તેલનો ભાવ પણ પ્રતિ કિ.ગ્રા. ૮પ સુધી થતાં ગઇ દિવાળીમાં ફરસાણ
બનાવવા મોંઘા ભાવનું તેલ ખરીદવું પડયું હતું. પરંતુ આ વર્ષે સિંગતેલનો ભાવ ૧૦૦ અને કપાસિયા તેલનો ભાવ ૭પ થયો છે.

કઠોળનો ભાવ પણ ગઇ દિવાળી કરતાં ઓછો છે. જેથી કઠોળના લોટમાંથી બનતા મઠીયા, ચોળાફળી તેમજ ચણાના લોટમાંથી બનતી મગસ-મોહનથાળ જેવી મીઠાઇ બનાવવાનો ખર્ચ ઘટતાં ગૃહિ‌ણીઓ હરખાઇ ઉઠી છે. ગત વર્ષે ચણા દાળનો ભાવ ૬પ હતો જે આ વર્ષે પ૦ છે. અડદ દાળનો ભાવ ૭૬ થી ઘટીને આ વખતે ૬પ થતાં ગ્રાહકોને ફાયદો થયો છે.બીજી તરફ ખાંડના ભાવ બે વર્ષથી ૩૮ થી ૪૨ સુધી રહ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકારે ખાંડના ભાવ અંકુશ મુક્ત કરતાં ભાવ ઘટી રહ્યા છે. પરિણામે આ વર્ષની દિવાળીમાં વિવિધ પ્રકારની ખાંડના ભાવ ઘટીને ૩૧ થી ૩૬ સુધી ઉતરી ગયા છે.

સારા ઉત્પાદનની શક્યતાથી ભાવ ઓછા છે
આ વર્ષે ગુજરાત સહિ‌ત સમગ્ર દેશમાં ચોમાસું સફળ રહ્યું છે. પરિણામે ખેત ઉત્પાદન સારું થવાની શક્યતાને લઇ આ વર્ષે કઠોળ, ખાંડ અને સિંગતેલના ભાવ ૨૦૧૨ ની દિવાળી કરતાં ઓછા છે. ભાવ ઓછા રહેવાથી ગ્રાહકોને ફાયદો થયો છે.રમેશભાઇ શાહ, વેપારી-હાથીખાના બજાર

ફરસાણના ભાવ ઓછા હોવાથી ભાવ ઘટાડયા નથી
રાજકોટમાં ફરસાણના ભાવ રૂા.૨૦ ઘટાડયા છે તે વાત સાચી છે. પરંતુ વડોદરામાં ફરસાણના ભાવ રાજકોટની સરખામણીમાં ઓછા જ હોઇ ભાવ ઘટાડયા નથી. બીજી તરફ ગેસનો ભાવ અને લેબર ખર્ચ વધી ગયો હોવા છતાં વડોદરામાં મીઠાઇ-ફરસાણના ભાવમાં વધારો કરાયો નથી.
રાધેશ્યામ શાહ, પ્રમુખ-મીઠાઇ-ફરસાણ એસો.