તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • EDC Scandal Investigation PI Jatin Prajapati Suspended For Negligence

EDC કૌભાંડની તપાસમાં બેદરકારી બદલ PI જતિન પ્રજાપતિ સસ્પેન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પીઆઈએ કેટલાક આરોપીઓની ધરપકડ નહિ‌ કરી હોવાના આક્ષેપો થતાં ટ્રાફિકમાં બદલી કરાઈ હતી

ઈડીસી કૌભાંડની તટસ્થ તપાસ નહિ‌ કરી બેદરકારી દાખવવા બદલ તત્કાલીન તપાસ અધિકારી તેમજ ટ્રાફિક પી.આઈ.જતીન પ્રજાપતિને સસ્પેન્ડ કરવાનો શહેર પોલીસ કમિશનરે આદેશ કરતાં શહેર પોલીસ બેડામાં ચકચાર જાગી હતી.

શહેરની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોના ડેબીટ કાર્ડથી ચુકવણી કરવા માટે આઈસીઆઈસી બેંક દ્વારા શહેરના અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં ઈડીસી મશીન મુકાયા હતા. દરમિયાન ઈડીસી મશીનમાં ચેડા કરીને અનેક હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ ઈડીસી મશીનમાં ચેડા કરી ગ્રાહકોએ બિલ સાથે આપેલી ટીપની રકમમાં ચેડા તેમજ કેટલાક કિસ્સમાં સાવ બોગસ ગ્રાહકના નામે બિલોની ચુકવણીના બહાને ઠગાઈ કરી હોવાની વિગતો મળી હતી. આ બનાવમાં બેંકના જ એક કર્મચારી હેમંત નગીન પંચાલ (રણછોડનગર,પાદરા) તેમજ રેસ્ટોરન્ટ માલિક જંગબહાદુર ઉર્ફ અનુરાગ મસ્તરામ વર્મા (એસોસીયેટેડ સોસાયટી, અકોટા)ની સંડોવણી સપાટી પર આવતા ડીસીબી પોલીસે તેઓની ધરપકડ કરી હતી.

આ બનાવની તત્કાલીન ડીસીબી પીઆઈ જતીન પ્રજાપતિને તપાસ સોંપાઈ હતી. જેમાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોની આરોપી તરીકે સંડોવણી બહાર આવી હતી અને કૈાભાંડનો આંક ૩.૯૬ કરોડથી વધુને આંબી ગયો હતો. જોકે પીઆઈ પ્રજાપતિએ કેટલાક આરોપીઓની ધરપકડ નહિ‌ કરી હોવાના આક્ષેપો થતાં ટ્રાફિકમાં બદલી કરાઈ હતી.

આ અંગેની ડીસીપી (ક્રાઈમ) સુભાષ ત્રિવેદીને તપાસ સોંપાઈ હતી. આ અંગે ડીસીપી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તત્કાલીન ડીસીબી પીઆઈ જતીન પ્રજાપતિએ ઈડીસી કૈાભાંડની પ્રામાણીકતાપુર્વક તપાસ કરી નહોતી. તપાસમાં ધણી ક્ષતિઓ રાખી હતી તેમજ કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરી ન હતી. આ અંગે શહેર પોલીસ કમિશ્નરને સમગ્ર તપાસનો અહેવાલ સુપ્રત કરાતાં તેમણે પી.આઈ. જતીન પ્રજાપતિને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે અને ખાતાકીય તપાસ ચાલુ છે.