તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તતારપુરામાં ડૂબતા બનેવીને બચાવવા જતાં સાળો ડૂબ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સ્મશાનમાંથી આવ્યા બાદ તળાવના કિનારે બેસી નાહવા જતાં પગ લપસ્યો
-દિવાળીના દિવસે બનેલી ઘટનાથી ગામમાં ગમગીની

તતારપુરામાં દિવાળીના દિવસે સાંજે સ્મશાનમાંથી આવ્યા બાદ તળાવના કિનારે બેસી સ્નાન ક્રિયા કરતા બનેવીનો પગ લપસ્યો હતો. જેને કારણે તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ જોઈને પાસે જ ઊભેલા સાળાએ બનેવીને બચાવવા જતાં તળાવમાં ઝંપલાવતાં તરણ ક્રિયા ન જાણતા સાળા અને બનેવી એમ બંનેનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું.

આ અંગેની મળતી માહિ‌તી અનુસાર, તતારપુરામાં નવી નગરીમાં રહેતા અને શ્રમજીવી તરીકે જીવન ગુજારતા મગનભાઈ શનાભાઈ રાઠોડિયા (ઉ.વ. ૪પ) અને રાવજીભાઈ કેશોવભાઈ રાઠોડિયા (ઉ.વ. ૪૭) બંને દિવાળીના દિવસે ગામમાં સ્મશાન ક્રિયા પતાવી સાંજે સાડા પાંચે કલાકે પરત ફર્યા હતા. દરમ્યાન સ્મશાનમાંથી આવ્યા બાદ પ્રથમ રાવજીભાઈના બનેવી મગનભાઈએ તેમના ઘરની પાછળ આવેલા તળાવની પાસે જઈને સ્નાનક્રિયા શરૂ કરી હતી.

આ સ્નાનક્રિયા દરમ્યાન અચાનક તેમનો પગ લપસ્યો હતો અને તેઓ ૨૦થી ૨પ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દરમ્યાન, ડૂબતા બનેવીને જોતાં જ સાળા રાવજીભાઈ રાઠોડિયાએ તરણ ક્રિયા ન જાણતા
હોવા છતાં પણ તેમને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું. જેને કારણે તેનું પણ ડૂબી જવાથી મોત થયું હતું.
એક જ ઘરમાંથી સાળા અને બનેવી બંનેનું મોત નીપજતાં રાઠોડિયા પરિવારમાં દિવાળીના દિવસે જ માતમ છવાઈ ગયો હતો. બીજી તરફ આ અંગેની જાણ તુરંત ફાયરબ્રિગેડને કરતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંનેની લાશને બહાર કાઢી હતી.