• Gujarati News
  • Door to door Campaign In The East Of The New Work Order Cancel

વડોદરા: પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કામનો નવો વર્કઓર્ડર રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીની એજન્સીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી
3 વિસ્તારોમાંથી રોજ 60 મે. ટન કચરાનો નિકાલ થાય છે
વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેકશન માટે 2 મહિના અગાઉ સેવાસદને બેંગ્લોરની એજન્સીને આપેલો કોન્ટ્રાકટ રદ કરવાની કાર્યવાહી કરવાની તંત્રને ફરજ પડી છે. આજવા રોડ, વાઘોડિયા રોડ, ચાર દરવાજા વિસ્તારમાંથી રોજનો 60 મે.ટન કચરાનો નિકાલ થાય છે. શહેરના ચારેય ઝોનમાં ડોર ટુ ડોર કચરો કલેકટ કરીને ડીસ્પોઝલ સાઇટ સુધી વહન કરી નિકાલ કરવા માટે બંધ બોડીના વાહનો મેળવવા સેવાસદનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી ઓગસ્ટ-2013માં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા.
આ ટેન્ડર ઝોનવાઇઝ મંગાવવામાં આવ્યા હતા. જેમાં, એક જ એજન્સી ત્રણ ઝોનમાં લોએસ્ટ રહી હતી તો એક એજન્સી એક ઝોનમાં લોએસ્ટ રહી હતી. જોકે, ચારેય ઝોનમાં એક સમાન ભાવ રાખવા માટેની નીતિ નક્કી કરવામાં આવી હતી અને રૂા.950 પ્રતિ મે.ટન નો ભાવ નક્કી કર્યો હતો. આ પૂર્વે હાલમાં જૂની એજન્સી રૂા.660 પ્રતિ મે.ટનના ભાવે કચરો કલેકટ કરવાની કામગીરી કરી રહી હતી. 4 ઝોનમાં 4 જુદી જુદી એજન્સીને જ ઇજારો આપવાની ગતિવિધી સેવાસદનના વહીવટી તંત્રે કરી હતી અને તે મુજબ પશ્ચિમ અ્ને દક્ષિણ ઝોન માટે બે એજન્સીને માર્ચ-2014માં કામગીરી સોંપી હતી. જયારે, પૂર્વ ઝોનમાં કામગીરી માટે આ ઝોનમાં ટેન્ડર ન ભરનાર બેંગ્લોરની સ્વચ્છતા કોર્પરેશનને વર્કઓર્ડર ઓગસ્ટ મહિનામાં અને કરાર સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યો હતો.
જેથી, પૂર્વ ઝોનની કામગીરી માટે ભાવપત્રક ભરનાર સીંગલ અને લોએસ્ટ-1 ઇજારદાર નવી દિલ્હીની કનક રીસોર્સીસ મેનેજમેન્ટ લિ.નામની એજન્સીએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ એજન્સીએ પૂર્વ ઝોનમાં જે એજન્સીએ ટેન્ડર સુધ્ધા ભર્યું નથી તેને ઇજારો આપવાની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો.જેથી, હાઇકોર્ટે વચગાળાનો હુકમ કરી સેવાસદન સામે લાલ આંખ કરી હતી. જે અન્વયે બે મહિના પહેલા પૂર્વ ઝોન માટે બેંગ્લોરની એજન્સીને અપાયેલો વર્કઓર્ડર રદ કરાયાની ફરજ પડી હતી અને તેની જાણ સ્થાયી સમિતિને કરતા સ્થાયી સમિતિએ તેને બહાલી આપી હતી.
પૂર્વ વિસ્તારની કામગીરી પર કોઇ અસર નહીં
હાઇકોર્ટના આદેશથી બેંગ્લોરની સ્વચ્છતા કોર્પોરેશન નામની એજન્સીને પૂર્વ ઝોન માટે અપાયેલો વર્કઓર્ડર રદ કરવાપાત્ર થાય છે. જોકે, આ કારણે ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી પર કોઇ અસર થશે નહીં અને જૂની એજન્સી પૂર્વ વિસ્તારમાં કચરા કલેકશનની ડોર ટુ ડોર કામગીરી કરી રહ્યુ છે. > શૈલેશ નાયક, કાર્યપાલક ઇજનેર(સોલિડ વેસ્ટ મેનેજમન્ટ,ડોર ટુ ડોર), સેવાસદન