વડોદરામાં કૂતરાઓએ પાંચ નાનાં બાળકોને બચકા ભરતા ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: કૂતરાએ બાળકીને મોઢા અને નાક પર બચકા ભરતા ઘાયલ અવસ્થામાં નજરે પડે છે)
- કૂતરાંઓએ કુલ 7 લોકોને બચકાં ભર્યાં
- 5 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધને બચકાં ભરતાં SSGHમાં ખસેડાયાં
- પરશુરામ ભઠ્ઠા અને કોઠી ચાર રસ્તા પાસે કૂતરાંઓએ આતંક મચાવ્યો
વડોદરા: સેવાસદનની કૂતરાંની વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના કોઠી ચાર રસ્તા તેમજ પરશુરામ ભઠ્ઠા ખાતે સોમવારે રખડતાં કૂતરાંઓએ 7 વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવ્યાં હતાં. જેમાં 5 નાનાં બા‌ળકો તથા એક વૃદ્ધ અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને તેમનાં પરિવારજનો તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. બનાવો સામે આવતાં સેવાસદન પોતાની કામગીરીમાં કેટલું ખરું ઉતર્યું છે તેની કસોટી થઈ ગઈ હતી.
ઈજાગ્રસ્ત બાળકોના રુદન અને ચીસોથી હોસ્પિટલ ગાજી ઊઠી હતી. તેમના રુદનને સાંભળનારા અને તેમની ઈજાઓને જોનારાઓમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.પરશુરામ ભઠ્ઠા ખાતેની નટરાજ ટાઉનશિપમાં રહેતી 5 વર્ષની આસિફા મહંમદ સલમાણી તથા ત્યાં જ રહેતા 5 વર્ષીય કેશવ ગોવિંદભાઈ વાઘેલા અને પરશુરામ ભઠ્ઠાના રણજિતનગરમાં રહેતી 6 વર્ષીય જાગૃતિ શિવાજી ભોસલે પોતાના ઘર પાસે સોમવારે બપોરે રમતાં હતાં. દરમ્યાન જ રઝળતું કૂતરું તેમના પર ત્રાટક્યું હતું.
કૂતરાં કરડવાથી શું થાય? કૂતરુ કરડે તો શું કરવું જોઈએ? જાણવા તથા કૂતરા કરડતા ઘાયલ થયેલા લોકોની તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.