• Gujarati News
  • Dinesh Pathak Accused Of Killing 15 year Sentence After Being Caught

દિનેશ પાઠક હત્યા કેસમાં સજા બાદ ફરાર બાબુ 15 વર્ષે પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસ્વીરો પ્રતિકાત્મક)
- દિનેશ પાઠક હત્યા કેસમાં સજા બાદ ફરાર બાબુ 15 વર્ષે પકડાયો
- બાબુ મકવાણાએ નામ બદલી બીજાં લગ્ન પણ કર્યાં હતાં
- પેરોલ પર છૂટીને ફરાર હતો : લીંબડીના ગામમાંથી ઝડપાયો
વડોદરા : વડોદરાના ચકચારી દિનેશ પાઠક મર્ડર કેસમાં આજીવન કેદની સજા થયા બાદ પેરોલ પર મુક્ત થઇને છેલ્લાં પંદર વર્ષથી ફરાર થઇ ગયેલો એક આરોપી લીંબડી તાલુકાના એક ગામમાં નામ બદલીને રહેતો હોવાની માહિતી મળતાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ શખ્સને લીંબડી ખાતેથી ઝડપી પાડ્યો હતો.બનાવની વિગત એવી છે કે, વડોદરા ખાતે વર્ષ 1993માં સંદેશના તત્કાલીન તંત્રી દિનેશ પાઠકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

તેમાં રાજુ રિસાલદાર ગેંગની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે જે તે સમયે રાજુ રિસાલદાર, હરિ નાર્વેકર, શ્યામ સાલેસકર, દિનેશ સોલંકી સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તપાસમાં મદદગારીમાં બાબુ શ્યામજી મકવાણાનું નામ પણ ખૂલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.આ અંગેનો કેસ ચાલી જતાં 13 આરોપીને સજા થઇ હતી, જેમાં આરોપી બાબુ મકવાણાને પણ આજીવન કેદની સજા થઇ હતી. સજા દરમિયાન 1999ની સાલમાં બાબુ પેરોલ પર છૂટ્યો હતો અને ત્યાર બાદ તે ફરાર થઇ ગયો હતો.

આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો. જોકે, વિવિધ જગ્યાએ તપાસ કરવા છતાં આરોપીની કોઇ ભાળ મળતી ન હતી. ડી.સી.પી.ક્રાઇમ એચ.આર. મુલિયાણાએ ફરાર આરોપીઓને પકડવા માટેની સૂચના આપતાં પી.આઇ. પ્રદીપિસંહ જાડેજાને બાતમી મળી હતી કે, આરોપી બાબુ મકવાણા લીંબડીના ભલગામડા ગામ ખાતે નામ બદલીને રહે છે.
આ બાતમીના આધારે પી.એસ.આઇ.કે.પી. જાડેજા, કનકિસંહ સહિતના કાફલાએ વોચ ગોઠવી બાબુ મકવાણાને ઝડપી પાડ્યો હતો.
તપાસમાં છેલ્લાં પંદર વર્ષથી બાબુ પોતાનું નામ વીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા હોવાનું જણાવીને રહેતો હોવાનું અને તેણે બીજાં લગ્ન કરી લેતાં તેને પુત્ર પણ હોવાની વિગતો સપાટી પર આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
વાંચો આગળ, બોગસ દસ્તાવેજના આધારે ઓળખ બનાવી, લાભુભા ઝાલાએ તમામ મદદ કરી, બીજી પત્નીને પણ છેતરી , રૂ. 250માં દસ્તાવેજ બનાવ્યા.....