તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનતેરસે શહેરમાં ત્રણ રંગોળી પ્રદર્શનનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ધનતેરસે શહેરમાં ત્રણ રંગોળી પ્રદર્શનનો પ્રારંભ
-કલાકારોએ રંગોળીઓના માધ્યમથી વિવિધ મેસેજિસ આપ્યા છે
શુક્રવારના રોજ શહેરમાં વિવિધ ત્રણ ગ્રૂપના રંગોળીના પ્રદર્ર્શનનું ઉદ્ઘાટન થયું છે. પરંપરા રંગોળી કલાકાર ગ્રૂપ દ્વારા રાવપુરા કુમાર શાળા નંબર ૧માં આયોજિત રંગોળી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન અવધૂત મહારાજ અને ર્કોપોરેટર અશોક પવારના હસ્તે થયું હતું. અહીં ૧૩ રંગોળી આર્ટિ‌સ્ટ્સે સ્કૂલમાં રંગોળી કરી છે. જ્યારે આકૃતિ આર્ટ ગેલેરીમાં પણ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો. બદામડી બાગની વિવેકાનંદ આર્ટ ગેલેરીમાં રંગોળી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન જાણીતા રંગોળી આર્ટિ‌સ્ટ ફડનીસ સરના હસ્તે થયું હતું. અહીં શ્રૃંગાર ગ્રૂપ ઓફ ક્રિએટિવ આર્ટિ‌સ્ટના ૧૨ કલાકારોએ રંગોળીઓના માધ્યમથી વિવિધ મેસેજિસ આપ્યા છે.
દિવાળી અને રંગોળીનું કોમ્બિનેશન છે. રંગોળી એ સંસ્કૃતિના પ્રતિક તરીકે આ પર્વ સાથે જોડાયેલી છે. પરંતું વડોદરા માટે આ પ્રતીક વિશેષ બની રહ્યું છે. કદાચ, વડોદરાની કલા ઓળખ બની રહ્યું છે તેવું કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી. વિષય રિલેટેડ રંગોળી એ વર્ષોથી વડોદરાની ઓળખ છે અને આ ઓળખ હવે અન્ય રાજ્યોમાં પ્રસરી રહી છે. વડોદરામાં દિવાળી પર્વ પર આવનાર મહેમાન આ રંગોળીઓને જોયા વગર પાછા ફરતા નથી.
વધુ તસવીરો માટે કરો આગળ ક્લિક....