ધનિયાવીમાં જૂથ અથડામણ : ગોળીબાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં હથિયારો જોઇ શકાય છે)
- ધનિયાવીમાં જૂથ અથડામણ : ગોળીબાર
- કિશોરીની છેડતી અને જૂની અદાવતના મામલે બે જૂથો આમને-સામને આવી ગયાં : 5ને ઈજા
વડોદરા : વડોદરા જિલ્લાના ધનિયાવી ગામે રવવિારે મધરાત્રે તેમજ સોમવારે સવારે કિશોરીના મામલે બે જૂથો વચ્ચે અથડામણ થતાં સ્થિતિ વણસી હતી. જેને પગલે વરણામા પોલીસ અને લોકલ ગ્રામ્ય બ્રાન્ચના પી.આઇ. સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કોમ્બિંગ દરમ્યાન 24 થી વધુ શસ્ત્રો કબજે લીધાં હતાં અને 100થી વધુ માણસો વિરુદ્ધ ગુનો નોંધી 29 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સ્થિત કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ધનિયાવી ગામમાં રહેતા સિરાજ ઉર્ફે ભીમસિંહ ટાટોડ તથા તેનો મિત્ર સમીર ચંદ્રસિંહ મહીડા નામના બે યુવકો દ્વારા ગામમાં રહેતા સુરેન્દ્રસિંહ છત્રસિંહ ટાટોડની ધો. 10માં અભ્યાસ કરતી દીકરીને તેના ચારિત્ર બાબતે એસએમએસ કરતા હોવાની ફરિયાદ તેમની દીકરીએ કરી હતી. આ ફરિયાદને પગલે સુરેન્દ્રસિંહ ટાટોડ અને તેમની કોમના કેટલાક યુવકોએ ભેગા મળી રવવિારે રાત્રે સાડા આઠ કલાકે બંને યુવકોને ગામમાં પરબડી ખાતે બોલાવ્યા હતા અને તેમને મૂઢ માર માર્યો હતો.

જેને લઈને યુવકના પિતા ચંદ્રસિંહ ઉદયસિંહ મહીડા અને તેમના નાના ભાઈ દિલીપસિંહ મહીડા તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા અને સમાધાન લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, એ સમયે સમાધાન થઈ ગયું હતું. જોકે, બીજી તરફ સોમવારે સવારે પુન: અગિયાર કલાકે સુરેન્દ્રસિંહ ટાટોડ સહિત 50થી વધુનું ટોળું ચંદ્રસિંહ ઉદયસિંહ મહીડાના ઘરે પહોંચી ગયું હતું અને તેમના પર મારક શસ્ત્રો વડે હુમલો કર્યો હતો. બીજી તરફ ચંદ્રસિંહ મહીડા તરફથી પણ પ્રતકિાર કરવામાં આવતાં મારક શસ્ત્રો વડે હુમલો કરાયો હતો.

વરણામા પોલીસ તથા એલસીબી પી.આઇ. સહિતનો કાફલો પહોંચી ગયો હતો. બનાવની ગંભીરતા સમજી પોલીસ દ્વારા સ્થિત કાબૂમાં લેવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવમાં પોલીસ દ્વારા 29 માણસોની ધરપકડ કરાઈ હતી. આ બનાવમાં પાંચ જણને ઈજા થઈ હતી જેમને મકરપુરા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. પોલીસે કોમ્બિંગ દરમ્યાન 10થી વધુ તલવારો સહિત 24થી વધુ મારક શસ્ત્રો, એક લોડેડ લાઇસન્સવાળી બંદૂક કબજે લીધી હતી. બનાવ અંગે પી.એસ.આઇ. સોલંકીની ફરિયાદના આધારે પોલીસે 100થી વધુ વ્યકિતઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો આગળ, રાજકીય અદાવત હોવાની શંકા છે, મારા દીકરાએ મેસેજ નથી કર્યો.....