પ્લેનમાં નહીં રહે કોલીંગ ની સમસ્યા, હવે મોબાઇલ વાપરવાની છૂટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધ ડાયરેકટોરેટ જનરલ સિવિલ એવિએશન વિભાગે હવાઇ સુરક્ષા સંબંધિત નિયમોમાં સંશોધન કરીને વિમાનમાં પ્રવાસ દરમિયાન મોબાઇલ ફોન સહિ‌ત પોર્ટેબલ ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા મંજુરીઆપવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંતર્ગત મોબાઇલનો ઉપયોગ ફ્લાઇટ મોડમાં રાખીને કરી શકાશે. ડીજીસીએ દ્વારા લેવાયેલા આ નિર્ણયને વડોદરાના મુસાફરોએ આવકાર્યો છે.ડી.જી.સી.એ.ની ગત સપ્તાહ મળેલી બેઠકમાં એરલાઇન્સ ઓપરેટર્સ દ્વારા વિમાનના ઉડાન દરમિયાન પોર્ટેબલ ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા માટે મંજુરી આપવાની માગણી કરાઇ હતી. આ માગણીના પગલે ડી.જી.સી.એ. દ્વારા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીના નવા અને વર્તમાન નિયમોની તપાસ કરી હતી.

આગળ વાંચો ફોનમાં એપ્લીકેશન રન કરી શકાશે....