ટાઈટ શેડ્યૂલ છતાં રમીશું તો ખરા જ...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ હાથ ધરાયેલ એક સર્વેમાં જાણવા મળ્યું કે બાળકોને સ્કૂલ અને ઘરમાં રમવાનો સમય મળતો નથી. મેટ્રો સિટીમાં બાળકો દિવસના ૧૪થી ૧પ કલાક માત્ર ભણવા પાછળ કાઢે છે. જોકે, આપણા શહેરનાં બાળકો રમત મિસ કરતાં નથી. એક સમય હતો કે જ્યારે સ્કૂલમાંથી બેલનો અવાજ સાંભળતાં જ રજાની મઝા સાથે સાથે રમતા રમતા ઘરે જવાનું અને દફતરને આમતેમ ફેંકીને રમવા માટે મસ્ત ટોળકી સાથે રમતના મેદાનમાં ચાલતું થવાનું.પરંતુ હાલમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું છે કે બાળકોને સ્કૂલ અને ઘરમાં રમવાનો સમય મળતો નથી. એચોચેમના સોશિયલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલાં સર્વેમાં જાણવા મળ્યું કે શાળાઓમાં અભ્યાસના વધારે પડતા ભારણ અને પેરેન્ટ્સના અભ્યાસ સંબંધિત પ્રેશનર અને ટાઈટ શેડ્યુઅલના કારણે મોટાભાગના બાળકો દિવસમાં ૧પથી ૨પ મિનિટનો સમય રમત ગમત પાછળ ફાળવી શકતા નથી. સિટી ભાસ્કર દ્વારા આ સર્વેના અંતર્ગત વિદ્યાર્થીઓને તેમના શેડ્યુઅલ અને તેમની ડેઈલી એકિટવિટી વિશે પૂછતા જાણવા મળ્યું કે દિવસમાં લગભગ મોટા ભાગનો સમય બાળકો સ્કૂલ ક્લાસ અને રીડિંગ, તેમજ હોમ વર્ક પાછળ ખર્ચે છે જ્યારે અન્ય સમયમાં ફ્રેન્ડ્સ ફેમિલી અને સફિગ સાથે રમત ગમત માટે પણ ફાળવે છે જે તેમના ટાઈટ શેડયુઅલ વચ્ચે પણ રમતગમત પ્રત્યેનો લગાવ દર્શાવે છે. ૭થી ૮ કલાક સ્ટડીઝ પછી પણ ૧ કલાક રમત-ગમત માટે સમય કાઢે છે મારા શેડયુઅલ મુજબ રજાના દિવસ સિવાય હું રોજ પ કલાક સ્કૂલ તેમજ ત્રણ કલાકના ટ્યુશનમાં જાઉં છું જ્યારે ૨ કલાક રીડિંગ તેમજ બાકી સમયમાં એકાદ કલાક ગેમ્સ માટે ફાળવુ છું.જ્યારે બાકી સમયમાં હોમ વર્ક તેમજ ટીવી અને ફેમિલી સાથે પસાર કરું છું. જયેન્દ્ર સિંધ પરમાર; ધો. - ૧૦ ટાઈટ શેડયુઅલ વચ્ચે પણ રોજ રનિંગ માટે ચોક્કસ જાય છે.આ વિશે મજિન્દર જણાવે છે હુ રોજ પાંચ કલાક સ્કૂલ અને ર કલાક ટયુશનમાં પસાર કરું છું જ્યારે રોજના ૩ કલાક રનિંગ કરું છું. બાકીના સમયમાં હોમ વર્ક તેમજ અન્ય એક્ટિવિટી કરું છું. મજિન્દર સિંઘ ધોરણ; ધો. - ૧૧ ર્બોડના વર્ષમાં હોવા છતાં વીકલી નવ કલાક રમતગમત પાછળ વ્યસ્ત રહું છે. હું પાંચ કલાક શાળા તેમજ ૨.પ કલાક કોચિંગ ક્લાસમાં જાઉં છું. ફ્રેન્ડસ સાથે ગપ્પા મારવા તો જોઈએ જ તેમ છતાં રોજના એક કલાક કરતા વધારે સમય આઉટડોર ગેમ્સ પાછળ આપુ છું. પાર્થ સુરતી; ધો. - ૧૨ બાળકોને મનગમતી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવા દેવાં જરૂરી છે બાળકોને રસ પડે તેવી ચીજો જરૂરી પેરેન્ટ્સ પોતાના બાળકની યુનિક દર્શાવવા માટે વિવિધ પ્રવૃત્તીઓમાં ભાગ લેવડાવે છે. બાળકોના કઈક અલગ જેથી તેમની વચ્ચે ક્લેશ થતો રહે છે. પેરેન્ટ્સે બાળકોને તેમના ઈન્ટરેસ્ટ મુજબ કેળવાય તેવાં પ્રયત્નો કરવા જરૂરી છે. હેમંત દયાલવાલ; પેરેન્ટ્સ નિર્ણયોની છૂટછાટ હોવી જોઇએ બાળકોને આર્ટ ઓફ ડીસિપ્લિન અને આર્ટ ઓફ ટાઈમ મેનેજમેન્ટ શિખવાડવું જોઇએ. બાળકોને વાલીઓ દ્વારા તેમની પસંદ તરફ નિર્ણયો લેવા માટે છૂટછાટ આપવી જોઈએ જેથી તેઓ સ્ટ્રેસ ફ્રી રહી શકે. જામીલા ફિરદોસ; કિલનિકલ સાઇકલોજિસ્ટ સ્કૂલના સમયમાં માનસિક તાણ મેટ્રોપોલીટન શહેરના બાળકો દિવસના સરેરાશ ૭થી ૮ કલાક શાળામાં પસાર કરે છે.
અમુક બાળકો ૧૦ કલાક જેટલો સમય સ્કૂલમાં વિતાવે છે.
૧૨ વર્ષથી નીચેના વયના ૬૮ ટકા બાળકો શાળામાં માનસિક તાણ અનુભવે છે.
૨૪ કલાક ક્યાં જાય છે? ૮ થી ૧૦ કલાક શાળામાં પસાર કરે છે.
૧ કલાકથી વધારે સમય મુસાફરી પાછળ
૨થી ૩ કલાકનો સમય વધારાના ટ્યુશન પાછળ
૮ થી ૯ કલાક ઉંઘવામાં
૪૦ મિનિટ જમવા (નાસ્તો અને ભોજન)
૨૦ મિનિટ કરતા ઓછો સમય રમત-ગમત પાછળ વપરાય છે.
કયુ એજ ગ્રૂપ કેટલો સમય હોમવર્ક પાછળ આપે છે? ૬ થી ૮ વર્ષની વયના બાળકો સરેરાશ બે કલાક. છેલ્લા ૩ વર્ષના સમયગાળામાં ૯ થી ૧૨ વર્ષ તથા ૧૨ થી ૧૬ વર્ષની વયના બાળકો ત્રણગણો સમય હોમવર્ક પાછળ ખર્ચે છે. ૭પ ટકાથી વધારે બાળકો વાલીઓ વગર હોમવર્ક નથી કરી શકતા ૯ થી ૧પ વર્ષની વયના લગભગ ૧,૨૦૦ બાળકોમાંથી ૭૧ ટકા બાળકો હંમેશના માટે કે વધારે હોમવર્કના ભારણથી તાણ અનુભવતા હોવાનું કબૂલ્યુ છે. ૯૨ ટકા વિદ્યાર્થીઓએ રમતગમત માટે પર્યાપ્ત સમય પ્રાપ્ત થાય તેવી ઈચ્છા દર્શાવેલ. હોમવર્ક અને અન્ય પ્રવૃતિઓની વચ્ચે ફાજલ સમયમાં પણ બાળકો દબાણ અનુભવતા હોય છે. ૭૮ ટકા વિદ્યાર્થીઓ સતત હોમવર્કના કારણે રમવાનું પણ બંધ કરવું પડેલ છે. ૮૬ ટકા વાલીઓ માને છેકે બાળકો ક્લાસરૂમમાં કેટલુ શીખે છે તેના આધાર પર હોમવર્ક આપવું જોઈએ.