તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Degree Diploma Certificate To Be Created Safe And Easy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MSUનાં ડિગ્રી-ડિપ્લોમા સર્ટિ‌. સુરક્ષિત અને સરળ બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ડુપ્લિકેશન ન થાય તે માટે સર્ટિ‌ફિકેટમાં વોટર માર્ક્સ મૂકાશે
-આગામી પદવીદાન સમારંભમાં અમલ : વર્ષે ૧૦ હજાર ડિગ્રી-ડિપ્લોમા સર્ટિ‌ફિકેટ અપાય છે

મ.સ.યુનિના ડિગ્રી-ડિપ્લોમા સર્ટિ‌ફિકેટ બ્રિટિશ સમયની ભારેખમ અંગ્રેજી ભાષા તથા ડિઝાઇનને બદલે સરળ અંગ્રેજી ભાષા, કલર કોડ અને અવનવા ફોન્ટ સાથે અદ્યતન ડિગ્રી-ડિપ્લોમા સર્ટિ‌ફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમલ આગામી પદવીદાન સમારંભથી થશે. થોડા સમય પહેલાં યુનિવર્સિ‌ટીની મળેલી સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સિ‌ટીના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા દર વર્ષે પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને અપાતાં ડિગ્રી-ડિપ્લોમા સર્ટિ‌ફિકેટમાં ફેરફારની આવશ્યતા છે તેવી દરખાસ્ત મૂકી હતી.

દરખાસ્તમાં ખાસ કરીને એડમિનિસ્ટ્રેશન વિભાગે યુનિવર્સિ‌ટીમાં ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમ (સીબીસીએસ) લાગુ થઇ હોવાથી સર્ટિ‌ફિકેટના જ માળખામાં ફેરફાર કરવાની માગ કરી હતી. વીસી પ્રો. યોગેશ સિંઘે કોમર્સ ફેકલ્ટીના અધ્યાપક પ્રો. પી.એમ.શાહના કન્વીનરપદે કમિટી બનાવી હતી. કમિટીના રિપોર્ટને વીસીએ મંજૂર કરતાં આગામી પદવીદાન સમારંભમાં નવા સર્ટિ‌ફિકેટ આપવાનો નિર્ણય કરાયો છે. સર્ટિ‌ફિકેટમાં પ્રિન્સિપલ સબ્જેકટની જગ્યાએ કોર સબ્જેકટ, કોર્સની જગ્યાએ પ્રોગ્રામ તેમજ પાસ કલાસની જગ્યાએ ગ્રેડ જેવાં માકિગ સાથે સર્ટિ‌ફિકેટની ભાષા-ટર્મિ‌નોલોજી પણ અપડેટ કરાશે. ડિગ્રી-ડિપ્લોમા સર્ટિ‌ફિકેટનું ડુપ્લિકેટ ન થાય તે માટે સર્ટિ‌ફિકેટમાં વોટર માર્ક્સ હશે. આ ઉપરાંત સર્ટિ‌ફિકેટમાં કલરકોડ મૂકાશે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો