વડોદરામાં 84 વર્ષીય વૃદ્ધાએ મેડિકલ સ્ટુડન્ટસ માટે દેહદાન કર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતીકાત્મક)
-વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે તે હેતુથી દેહદાન
વડોદરા: સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી પોતાની પૌત્રીએ વર્ષો પહેલા પોતાને અભ્યાસ માટે બોડીની અછત હોઈ કેટલી તકલીફ પડે છે તે વાત પોતાની દાદીને કરી હતી. જે વાતની ગંભીરતા સમજી દાદીએ પોતાના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના અવસાન બાદ મંગળવારે સવારે તેમના જમાઈ દ્વારા 84 વર્ષી‍ય દાદીના મૃતદેહનું દાન કરાયું હતું. તેમના ઉમદા કાર્યના સન્માનમાં મેડિકલના વિદ્યાર્થી‍ઓ અને સયાજી હોસ્પિટલના એનાટોમી વિભાગના સ્ટાફ દ્વારા વિધિવત્ત પ્રાર્થના કરી તેમનો મૃતદેહને સ્વીકાર્યો હતો. સમાજમાં લોકો દ્વારા અંગદાન અને દેહદાન કરવાના ઘણા ઓછા કિસ્સા બનતાં હોય છે.
વાસણા રોડ પરના ઓજસ પાર્કમાં રહેતાં ૮4 વર્ષીય કિરણબેન વાસુદેવભાઈ મૂળે મહારાષ્ટ્રની મોન્ટેસરી સ્કુલમાં પ્રિન્સીપાલ રહી ચુક્યા હતા. તેમને લગ્ન જીવન દરમ્યાન બે પુત્રીઓ છે. તેમના પતિ સિવિલ કોન્ટ્રાક્ટર હતા. તેઓ નિવૃત્તિ બાદ વાસણા રોડ ખાતે રહેતી પોતાની દિકરીના ઘરે રહતા હતા. 16 વર્ષ પહેલા તેમણે પોતાની પૌત્રી દિલીતા ભગાડે સાથે વાત કરતાં હતાં ત્યારે પૌત્રીએ તેમને જણાવ્યું હતું કે અમે એક બોડી વચ્ચે 18થી 20 વિદ્યાર્થી ભણતા હોઈએ છીએ. એક સંપુર્ણ બોડીના અભ્યાસ માટે અમારે ઘણી તકલીફો પડતી હોય છે. જે સાંભળ્યા બાદ તેમણે આ બાબતે વિચાર કરી પોતાના પરિવાર સામે દેહદાન કરવાનો પોતાનો વિચાર મુક્યો હતો. પરિવારજનોએ પણ તેમના આ ઉમદા વિચારને આવકારી તેમના દેહનું દાન કરવાનો તેમનો સંકલ્પ પુરો કરી આપવાની તેમને ખાતરી આપી હતી. ત્યારબાદ બાદ પરિવારજનો સાથે મળીસયાજી હોસ્પિટલના એનાટોમી વિભાગમાં દેહદાન કરવા માટેનું ફોર્મ ભર્યું હતું. 5 ઓક્ટોબરે સવારે તેમનું બિમારીને કારણે મૃત્યુ થયું હતું. મંગળવારે સવારે સયાજીના એનાટોમી વિભાગમાં મેડિકલના વિદ્યાર્થી‍–ના અભ્યાસ માટે તેમના દેહનું દાન કર્યું હતું. એનાટોમી વિભાગના સ્ટાફ અને મેડિકલના વિદ્યાર્થી‍ઓએ મૃતદેહને માન-સમ્માન સાથે વિધિવત્ત પ્રાથના કરી તેનો સ્વિકાર કર્યો હતો.
-તે અંતિમવિધીથી જ મુક્તી મળે તેમાં માનતાં ન હતા
‘તેઓ નિવૃત્તિ બાદ અમારી સાથે જ રહેતાં હતા. તેમણે મારી દિકરીને અભ્યાસમાં બોડીની અછતથી પડતી તકલીફોનું જાણી દેહદાનનો નિર્ણય કર્યો છે. હાલ મારી દિકરી દિલીતા ભગાડે ગાનેકોલોજીસ્ટ પણ બની ગઈ છે. પરંતુ 16 વર્ષ પહેલા થયેલી આવાતને તેમણે ઘણી વાર અમારી સામે વાગોળી હતી. તેઓ અંતિમવિધી કરવાથી જ વયક્તિને મુક્તિ મળે તેમાં માનતાં ન હતા. તેથી તેમનો દેહદાનનો નિર્ણય વધુ મક્કમ બન્યો હતો.’
-દિલીપ નગરકર, મૃતકના જમાઈ