દાહોદ જિલ્લામાં 35 પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર શરૂ થવાની શક્યતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આરોગ્ય અને શિક્ષણ સેવાનું મોટા પાયે વિસ્તરણ થયુ છે. જેનો લાભ ગરીબ આદિવાસીઓને થઇ રહ્યો છે.ત્યારે જીલ્લામાં આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા વધુ ૧૬૨ સબ સેન્ટર અને ૩પ જેટલા પ્રાથમિક આરાગ્ય કેન્દ્રો શરૂ કરવાની દિશા ઉજ્જવળ બની હોવાની માહિ‌તી પ્રાપ્ત થઇ છે.

દાહોદ જીલ્લાની વસ્તી ૨૧ લાખના આંકડાને પાર કરી ચુકી છે. ત્યારે આ ગણતરીના બે વર્ષમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેથી વસ્તીને આધારે આરોગ્ય સેવા વિસ્તારવા આયોજન કરાયુ છે. જીલ્લામાં હાલમાં૬પ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ સામુહિ‌ક આરેાગ્ય કેન્દ્રો અને બે સિવિલ હોસ્પીટલ કાર્યરત છે.

આ ઉપરાંત ૩૩૨ ગામડાઓમાં આરોગ્ય સેવા માટે સબ સેન્ટર પણ ચાલી રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૧૩ની વસ્તી ગણતરીને આધારે આરોગ્ય સેવાનો વિસ્તાર વધારવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તે પ્રમાણે દાહોદ જીલ્લામાં નવા ૧૬૨ સબ સેન્ટર શરૂ કરવાની મંજૂરી મળી હોવાની માહિ‌તી પ્રાપ્ત થઇ છે. જેમાં દાહોદ તાલુકામાં ૩૪, ઝાલોદ તાલુકામાં ૩૭, ગરબાડા તાલુકામાં ૧૮, દેવગઢ બારીયા તાલુકામાં ૧૬, ફતેપુરા તાલુકામાં ૧૯, લીમખેડા તાલુકામાં ૨૪ અને ધાનપુર તાલુકામાં ૧૪ સબ સેન્ટરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રાજ્ય સરકારે જીલ્લામાં વધુ ૩પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવા માટે આરોગ્ય વિભાગ પાસેથી આયોજન પણ માંગ્યુ છે તે પણ મંજૂર થવાનુ છે.

આમ જીલ્લામાં જેમ ગામડે ગામડે ૧૬૦૦થી વધુ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે તેવી જ રીતે ગામડે ગામડે આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરવા કવાયત ચાલી રહી છે. આમ જીલ્લામાંન્નવા સબ સેન્ટરો કાર્યરત થવાની સાથે તેની કુલ સંખ્યા ૪૯૪ સુધી પહોંચશે. તેવી જ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મંજૂરી મળતાં જ તેની સંખ્યા ૧૦૦ થઇ જવાની સાથે ક્ટલાય ગામડાના ગરીબોને આરોગ્ય સેવા માટે લાંબુ અંતર કાપવુ પડશે નહી અને સ્થાનીક અથવા તો નજીકમાં જ સારવાર મળી શકશે તેમ લાગી રહ્યુ છે.