વડોદરાના રાજમહેલના કંપાઉન્ડમાં મગરે દેખા દેતાં ફફડાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડી રાત્રે રાજમહેલ કંપાઉન્ડમાં મગરે દેખા દીધી હતી. જોકે સ્વૈચ્છિક સંસ્થા જીએસપીસીએને આ અંગે જાણ કરાતાં કાર્યકરોએ મગરને બચાવી વનવિભાગને સુપરત કર્યો હતો.

શુક્રવારે મોડી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના સામેના ભાગમાં આવેલા રાજમહેલના કંપાઉન્ડમાં સ્થાનિકોને મગર નજરે ચઢ્યો હતો. મગર હોવાની જાણ થતાં જ સ્થાનિકોમાં દોડધામ થઈ ગઈ હતી. આ અંગેની જીએસપીસીએને જાણ કરવામાં આવી હતી. સંસ્થાના કાર્યકરોએ ઝાડીની પાછળ છુપાયેલા મગરને બચાવી લીધો હતો.

કાર્યકર રાજ ભાવસારના જણાવ્યા મુજબ આ મગર એક વ્યક્તિના ઘરમાં ઘુસવાની કોશિશ કરતો હતો ત્યારે રહીશોએ તેને ભગાડ્યો હતો. તેથી મગર નજીકની ઝાડીમાં છુપાઇ ગયો હતો. મગરને મોડી રાત્રે જ વનવિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.વરસાદના કારણે તાજેતરમાં મગર દેખાવાના બનાવોમાં વધારો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા વનવિભાગ દ્વારા ગત વર્ષમાં ૨પથી વધારે મગરોને બચાવી લેવામાં આવ્યા છે.