ક્રેડાઈના ઉપપ્રમુખ સંજય પટેલ પોલીસ સમક્ષ હાજર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સંજુ ભારંભે સાથે ધંધાદારી નહીં પરંતુ માત્ર વાતચીતના સંબંધ હોવાની કબૂલાત

સરકારી જમીનમાં દબાણ કરવા સાથે દસ્તાવેજો સાથે ચેડાં કરવાના આરોપસર જેલમાં ધકેલાયેલા સંજુ ભારંભે સાથે ટેલિફોનિક સંપર્ક હોવાના કારણે ક્રેડાઈના સંજય પટેલ અને બિલ્ડર મૂકેશ શાહને હાજર થવાનું સમન્સ મળતાં જ બંને આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા.

ડીવાયએસપી ઉષા રાડાએ જણાવ્યું હતં કે સંજુ ભારંભે સાથેની વાતચીતની કોલ ડિટેલને આધારે બિલ્ડર અને ક્રેડાઈના ઉપપ્રમુખ સંજય રમણભાઈ પટેલ, બિલ્ડર મૂકેશ જમનાદાસ શાહ અને તેમના પુત્ર અમિત શાહને સમન્સ આપવામાં આવ્યા હતા. આ સમન્સ અંગે જવાબ લખાવવા માટે આજે ત્રણેય પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા. પોલીસ સમક્ષની પૂછપરછમાં સંજય પટેલે જણાવ્યું હતું કે સંજુ ભારંભે સાથે તેઓના કોઈ ધંધાદારી સંબંધો નથી. તેઓ માત્ર વાતચીતના સંબંધો ધરાવે છે. જે વાતચીત સંજુ વોન્ટેડ થયો તે પહેલાં થઈ હતી.

જ્યારે બિલ્ડર મૂકેશ જમનાદાસ શાહ અને અમિત શાહે સંજુ ભારંભે સાથે કોઈ જ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. જેઓની ફાર્મા કંપની પણ છે. પરંતુ જમીનને લગતાં તેમનાં તમામ કામો યોગેશ ઠક્કર મારફતે કરાવતા હોઈ તેના સંપર્કમાં હતા તેવી કબૂલાત કરી હતી. પોલીસથી ભાગતા યોગેશ ઠક્કરને પકડવા માટે આગામી દિવસોમાં વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.