• Gujarati News
  • Court Orders One Month After The Fugitive Was Not Present Prakash

કોર્ટના ફરમાન બાદ એક માસમાં ભાગેડુ જયપ્રકાશ હાજર ન થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાની હેમાલીની હત્યા કરી આરોપી જયપ્રકાશ સવા બે વર્ષથી ફરાર થઈ ગયો છે

પોલીસે ધોંસ વધારતાં શહેરમાં ફરકવાનું બંધ કર્યું હોવાની શંકા: મિલકતોની માહિ‌તી મગાવવાનું શરૂ

સમાની યુવતી હેમાલી મિસ્ત્રીની હત્યા કરી ફરાર થયેલા જયપ્રકાશને કોર્ટે ફરાર જાહેર કરી તેને ૨૭ મે સુધી હાજર થવાનું ફરમાન કર્યું હતું. જોકે જયપ્રકાશ હાજર ન થતાં એસઓજીની ટીમે તેની કોઇ મિલકતો છે કે કેમ તેની વિગતો શહેરની તમામ રજિસ્ટ્રાર કચેરીઓ પાસેથી મગાવી છે.
સમા મહાકાળી સોસાયટીમાં રહેતી હેમાલી દિનેશભાઇ મિસ્ત્રીના એકતરફી પ્રેમમાં હતાશ જયપ્રકાશ ઉર્ફે કિશન ખેમચંદ શર્માએ ( રહે. તક્ષશિલા સોસાયટી, ન્યૂ સમા રોડ) ૬ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ હત્યા કરી હતી.

એસઓજી પીઆઇ વસાવાએ તેને સત્તાવાર ફરાર જાહેર કરવા કોર્ટમાં સીઆરપીસી ૮૨ મુજબ અરજ કરી હતી. કોર્ટે અરજી મંજૂર કરી જયપ્રકાશને સત્તાવાર ફરાર જાહેર કરી ૩૦ દિવસમાં એટલે કે ૨૭ મે સુધીમાં તપાસ અધિકારી સામે હાજર થવાનું ફરમાન કર્યું હતું.જોકે જયપ્રકાશ હાજર ન થતાં પોલીસે તેની મિલકતોની માહિ‌તી મેળવવાની કવાયત હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એસઓજી પોલીસે શહેરની રજિસ્ટ્રાર કચેરીમાંથી જયપ્રકાશના નામની કોઇ મિલકત છે કે કેમ તેની માહિ‌તી મગાવી હતી. જો તેની મિલકત હોવાનું બહાર આવશે તો પોલીસ સીઆરપીસી ૮૩ મુજબ મિલકત જપ્તીની કાર્યવાહી કરશે.

ભાગેડુ જાહેર થતાં પોલીસે શું કાર્યવાહી કરી?

કોર્ટે ભાગેડુ જાહેર કરેલા જયપ્રકાશના મોટાં પોસ્ટરો રાજ્યભરનાં પોલીસ સ્ટેશનો સહિ‌ત જાહેર જગ્યાએ લગાવ્યાં
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં તેમજ તેનાં સગાં-સંબંધીઓના ઘરની આસપાસ પોસ્ટર ચોંટાડયાં
જયપુર અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને વિગતો મોકલી આપી
ગુજરાત રેલવે પોલીસ તેમજ રાજ્યભરની અન્ય પોલીસને મળેલી અનનોન બોડીની ખરાઇ કરી
જયપ્રકાશનાં માતા-પિતા જે ભૂવાઓ પાસે ગયાં હતાં તેમની પણ પૂછતાછ કરાઇ
મુદત પૂરી થયા બાદ હવે શું કાર્યવાહી કરાશે?, વાંચો આગળ...