સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એન્જિનિયરિંગમાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ધો.૧૨વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓએ ફાર્મસી અને એન્જિનિયરિંગના કોર્સમાં પ્રવેશ કેવી રીતે મેળવવો જોઇએ તે વિશેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રતિનિધિઓ પ્રો.એડી પટેલ અને પ્રો. લોહિયાએ વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઇન એડમશિન પ્રોસેસથી માહિતગાર કર્યા હતા અને મુંઝવતા તમામ પ્રશ્નો વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ વિશે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટના પ્રો. ઉમેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે આ કાર્યક્રમનો લાભ ન લઇ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ૨૭મી મેના રોજ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ આવો જ કાર્યક્રમ યોજાશે. જ્યારે આવતીકાલે સવારે ૯.,૦૦ કલાકે ગોધરાની સિવિલ હોસ્પિટલની સામે આવેલા મ્યુનિસિપાલિટી હોલ ખાતે પણ આવા જ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.