ઘરકામ કરતું દંપતી ૨.પ૦ લાખના દાગીના લઇ ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવા રળિયાતબાનગર વિભાગ- ૧ પાસેના મા કૃપા પ્લોટમાં રહેતા મેનેજરના ઘરમાંથી સાફસફાઇ કરતું દંપતીએ ૨.પ૦ લાખની કિંમતના સોનાના હીરા જડિત દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પંચમહાલના મલાવ ગામે રહેતા દંપતીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસસૂત્રી માહિ‌તી મુજબ, શહેરના ગોરવા રળિયાતબાનગર-૧ પાસેના મા કૃપા પ્લોટમાં રહેતા વિવેક કિરણભાઇ ટાંક સબ-વેમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે પંચમહાલ જિલ્લાના મલાવ ગામના હર્ષદ છત્રસિંહ પરમાર અને તેની પત્ની પારુલબહેનને તાજેતરમાં જ સાફસફાઇ સહિ‌તના ઘરકામ માટે રાખ્યાં હતાં. તેમનાં પત્ની બહારગામ ગયાં હતાં જ્યારે મેનેજર ઘરે એકલા જ હતા. દરમિયાન ગત ૧૯ મેના રોજ સવારે ૧૧ કલાકથી ૨પ મે બપોરે અઢી વાગ્યા સુધીમાં ઘરકામ માટે રાખેલા દંપતીએ તેમના જ ઘરમાં હાથફેરો કર્યો હતો. ઘરના બેડરૂમની તિજોરીમાંથી મેનેજરની પત્નીના સોનાના હીરાજડિત દાગીનાની ચોરી કરી બંને રફુચક્કર થઇ ગયાં હતાં. તિજોરીમાંથી ચોરી થઇ હોવાની જાણ થતાં મેનેજર વિવેક ટાંકે ૨.પ૦ લાખની કિંમતના દાગીનાની ચોરીની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નોકર દંપતીએ આજુબાજુનાં ગામોમાંથી પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીની ઘટના અંગે પીએસઆઇ એ.એસ.આર. રોહિ‌તને પૂછતાં તેમણે કહ્યું હતું કે મેનેજરના ઘરે સાફસફાઇ માટે રાખેલું દંપતી દાગીના ચોરી ભાગી ગયું છે. અમે બંનેની તપાસ કરી રહ્યા છીએ.