વડોદરામાં કોન્ટ્રાક્ટરે રસ્તો અધૂરો મૂકી દીધો, હવે શરુ બહાનાબાજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાકટરની મનમાની : રોડ ખોદીને મેટલ-ક્વોરી ડસ્ટ પાથરી કામ બંધ કરી દીધું
હોળી પછી આગળનું કામ કરવામાં કોન્ટ્રાકટરની બહાનાંબાજીથી હેરાનગતિ

વડોદરા શહેરના સોસાયટી વિસ્તારોમાં જનભાગીદારીથી આર.સી.સી.રોડ બનાવવાનો પ્રોજેક્ટ અમલી છે. જે અંતર્ગત સુભાનપુરા વિસ્તારમાં આવેલી મંગલ મંદિર સોસાયટીમાં રોડની કામગીરી શરૂ કરાયા બાદ ચાર મહિ‌ના પછી પણ આર.સી.સી.રોડનું કામ હજુ સુધી પૂરું થયું ન હોઇ નાગરિકો હાલાકીનો સામનો કરે છે.

સુભાનપુરાની મંગલ મંદિર સોસાયટીમાં સેવાસદનના આર.સી.સી.રોડ બનાવવાના પ્રોજેક્ટ હેઠળ ફેબ્રુઆરીમાં કામગીરી શરૂ કરાઇ હતી. કોન્ટ્રાક્ટર દ્વારા આર.સી.સી.રોડ બનાવવા માટે સોસાયટીનો ડામરનો રોડ ખોદી નાખ્યા બાદ માત્ર ૧પ દિવસ કામગીરી ચાલુ રહી હતી. આ ૧પ દિવસોમાં મેટલ નાખી તેના પર ક્વોરી ડસ્ટ પાથરીને લેવલિંગ કરાયું હતું. પરંતુ હોળી-ધુળેટી પર્વે કામદારો વતનમાં તહેવારની ઉજવણી કરવા ગયા ત્યારથી રોડ બનાવવાનું બંધ કરાયેલું કામકાજ મે મહિ‌નો પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી ફરી શરૂ કરાયું નથી. એક તરફ ચોમાસું માથે ડોકાઇ રહ્યું છે ત્યારે કોન્ટ્રાકટરની મનમાનીને કારણે મંગલ મંદિર સોસાયટીનું આર.સી.સી.રોડનું કામકાજ શરૂ નહીં કરાતાં મેટલવાળા રોડ પર આવનજાવન કરવામાં સોસાયટીમાં રહેતાં અંદાજે ૨પ૦ લોકોની હાલત કફોડી બની છે. કોન્ટ્રાક્ટરે મે મહિ‌નાના અંત પહેલાં કામ પૂરું કરી દેવાનું જણાવી ૨પ૦ નાગરિકોને બાનમાં લેતાં સોસાયટીનાં રહીશોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠયો છે.

આગળ વાંચો શું કહે છે કોન્ટ્રાક્ટર અને સ્થાનિક રહીશો...