તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-બે મકાનો બારોબાર વેચી માર્યા NRI સહિત ત્રણ સામે ફરિયાદ
-કાકા-કાકી તેમજ ફુવાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા
-દસ્તાવેજમાં આર્થિક વ્યવહાર થયો હોવાનું દર્શાવવા માટે બેંકમાં પ૮ લાખના બે ચેક પણ જમા કરાવ્યા હતા
બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે જેતલપુર વિસ્તારમાં આવેલ રોકડનાથ સોસાયટીના બે મકાનોના બારોબાર વેંચાણ દસ્તાવેજ કરી નાંખવામાં આવતાં ક્રાઇમ બ્રાન્ચે આ બનાવ અંગે યુકેમાં રહેતા બે એન.આર.આઇ. સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે, શહેરના ચીકુવાડી વિસ્તારમાં આવેલા સુગંધ એપાર્ટમેન્ટમાં રહેતા નિશિતભાઇ યોગેન્દ્રભાઇ પટેલ મુંબઇ ખાતે ઇલેક્ટ્રીક કંન્ટ્રોલ પેનલનો વ્યવસાય કરે છે. તેમના પિતા તેમજ માતા યુકે ખાતે રહેતા હતા.
વર્ષ ૨૦૧૦માં નિશિતભાઇના પિતાનું લંડન ખાતે નીધન થયું હતું અને તે સમયે નિશિતભાઇના માતા વડોદરા હતા અને તેઓ પણ બિમાર હોવાના કારણે તેઓ લંડન થઇ શક્યાં ન હતા.નિશિતભાઇના પિતાએ વડોદરા ખાતે જેતલપુર રોડ પર આવેલ રોકડનાથ સોસાયટીમાં બે મિલ્કત બ્લોક નંબર ૩૨ અને ૩૩ ખરીદી હતી અને તેની દેખરેખ નિશીતભાઇના કાકા જયેન્દ્રભાઇ મણીલાલ પટેલ તેમજ કાકી યશોદાબહેન પુરૂષોત્તમભાઇ પટેલ (હાલ રહે.યુકે) તેમજ સુકુમાર મગનભાઇ પટેલ (રહે.દામોદર સોસાયટી, કારેલીબાગ) કરતાં હતા.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.