વડોદરા: પોલીસે લાફો મારતાં હું ઢળી પડી હતી, પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પોલીસકર્મીએ મહિ‌લાને લાફો માર્યાની ફરિયાદ
- શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં માતા-પુત્ર ઝઘડયાં
- પુત્રને દારૂ પીધેલી હાલતમાં પકડી લેતાં માતા ચક્કર ખાઇ નીચે પડી હતી

શાસ્ત્રીબ્રિજ પાસેની ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં માતા-પુત્ર વચ્ચેના ઝઘડાની તપાસાર્થે પહોંચેલી પોલીસે લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે મહિ‌લાને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસની પૂછતાછમાં મહિ‌લાએ ગભરામણ થતાં પોલીસે લાફો માર્યો હોવાનો આક્ષેપ કર્યો હોવાની કેફિયત કરી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પ્રાપ્ત માહિ‌તી મુજબ , શહેરના શાસ્ત્રીબ્રિજ ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪૦ વર્ષીય જમુનાબહેન રાજમાનીત નાયડુને તેના પુત્ર સંજુ સાથે ઝઘડો થયો હતો. દારૂના નશામાં ચૂર સંજુએ પોલીસને ફોન કરતાં ગોરવા પોલીસની મોબાઇલ વાન ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
પોલીસે પૂછતાછ હાથ ધરી સંજુને દારૂ પીધેલી હાલતમાં પકડી લેતાં તેની માતા ગભરાઇને ચક્કર ખાઇ નીચે પડી ગઇ હતી. તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ કર્મચારીએ તેને લાફો મારતાં ચક્કર આવી ગયા હોવાની મહિ‌લાએ ફરિયાદ કરતાં હોસ્પિટલ ચોકીના ચોપડે તેની નોંધ કરાઇ હતી. ઘટનાના પગલે પોલીસે પૂછતાછ કરતાં મહિ‌લાએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે તેની નોંધ પણ કરી હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...