બિલ્ડર યશવંતસિંહ ચૌહાણ સામે વધુ એક ફરિયાદ દાખલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ

માંજલપુર વિસ્તારમાં આવેલી જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બિલ્ડર યશવંતસિંહ ચૌહાણ સહિ‌ત ત્રણ સામે નોંધાવાઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બરાનપુરામાં રહેતા બિલ્ડર યશવંતસિંહ ચૌહાણ સામે કારેલીબાગની મિલકત પચાવી પાડવાની નોંધાયેલી ફરિયાદમાં ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર છે.

દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ બિલ્ડર સામે વધુ એક ગુનો દાખલ થયો છે. જેની વિગતો અનુસાર દંતેશ્વરના નરહરિ પાર્કમાં રહેતા રાજુભાઇ વાલજીભાઇ બારિયાએ ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૭-૭-૧૯૯૬ના સમયગાળામાં માંજલપુર વિસ્તારમાં આવેલી જમીનના ખોટા પાવર ઓફ એટર્ની તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ બનાવી ખોટા હોવાનું જાણવા છતાં બિલ્ડર યશવંતસિંહ ચૌહાણ, બિપીન અંબાલાલ ખલાસી અને રયજી મયજી પરમારે તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. તેમજ કાવતરું રચીને રૂા. ૧૮-પ૪ લાખની રકમ મેળવી હતી. આ અંગે માંજલપુર પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.