મતદાન જાગૃતિના સંદર્ભે રંગોળી સ્પર્ધા-પ્રદર્શન યોજાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - રંગોળી સ્પર્ધાની વિજેતા )

મતદાન જાગૃતિના સંદર્ભે રંગોળી સ્પર્ધા-પ્રદર્શન યોજાયાં
૧૧મી સુધીઆર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલમાં રંગોળી નિહાળી શકાશે


વડોદરા: ૧૩મી સપ્ટેમ્બરના રોજ વડોદરામાં યોજાનાર પેટા ચૂંટણીના સંદર્ભમાં મતદારોમાં જાગૃતિ આવે અને મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાનમાં એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટી ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું હતું. મતદાર જાગૃતિના સંદર્ભમાં યોજાયેલી રંગોળી સ્પર્ધાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘે ઉદ્ઘાટન કરીને રંગોળી પ્રદર્શનને ખુલ્લું મૂકયું હતું.મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાનના જિલ્લા ચૂંટણી તંત્રે ઉપાડેલા અભિયાનમાં સહભાગીદાર તરીકે જોડાયેલા એમ.એસ.યુનિવસર્ટિીમાં આજે મતદાર જાગૃતિ અને મતદાનની અપીલ કરતી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઇને મતદાનની અપીલ કરતી ૨૦ કલાત્મક અને ગુણવત્તાસભર રંગોળી દોરી હતી.મતદાર જાગૃતિ સંદર્ભે યોજાયેલી રંગોળી સ્પર્ધાનું જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે ખુલ્લું મૂકીને તમામ વિદ્યાર્થીઓની રંગોળીને નિહાળીને તૈ પૈકી વિદ્યાર્થીઓમાં પોલિટેકિનક કોલેજમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી શિવાની પડાલિયા અને પાયલ ઠક્કરને ફસ્ર્ટ પ્રાઇઝ સાથે રૂપિયા ૨ હજાર, મેડિસીન ફેકલ્ટીની ફિઝિયોથેરોપી ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિ‌ની ડૉ. બિનલ રાણાને સેકન્ડ પ્રાઇઝ સાથે રૂપિયા ૧પ૦૦ તથા ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનાં એપ્લાઇડ આર્ટ્સનાં વિદ્યાર્થી‍ કિષ્ના સોની અને વિકી પ્રજાપતિને થર્ડ પ્રાઇઝ સાથે રૂપિયા ૧ હજારનું રોકડ ઇનામ આપીને બહુમાન કર્યું હતું.

ત્રણ વિદ્યાર્થીઓ ઉપરાંત ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થી‍ સૃજન દિંડોરકર અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગના વિદ્યાર્થી ટેકનોલોજી ફેકલ્ટીના કલ્પિત પટેલને સ્પેશિયલ પ્રાઇઝ સાથે રૂપિયા ૧૦૦૦-૧૦૦૦નું રોકડ ઇનામ આપ્યું હતું. વિદ્યાર્થીઓનું ઇનામ સાથે બહુમાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘે ૧૧મી સપ્ટેમ્બર સુધી સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી શહેરી જનો માટે રંગોળીનું પ્રદર્શનને ખુલ્લું મૂકીને વિદ્યાર્થીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.
અચૂક મતદાનનો સંદેશો પહોંચાડવા અનુરોધ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...