અમદાવાદની વિજેતા લંડનની શેફ સ્પર્ધામાં ભાગ લેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અમી છાડવાની તસવીર)
ઈન્ટરનેશનલ ઇસ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ (આઈઆઈએચએમ) દ્વારા શહેરમાં સ્ટુડન્ટ શેફ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરાની અમી વિજેતા બની.
અમદાવાદ: ઈન્ટરનેશનલ ઇસ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ (આઈઆઈએચએમ) દ્વારા શહેરમાં ચોથીવાર ‘યંગ શેફ ઈન્ડિયા સ્કૂલ-૧૪’નું આયોજન કરાયુંં હતું, બે દિવસની આ સ્પર્ધામાં ગુજરાતભરની શાળાના ધોરણ 11 અને 12ના અંદાજે 100 જેટલા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પાસ્તા કચોરી, ટમાટાનો હલવો, કોકનેટ રબડી જેવી રસપ્રદ વાનગીઓ બનાવી હતી અને તેમાંથી વડોદરાની નવરચના વિદ્યાલયની ધોરણ-11ની વિદ્યાર્થીની અમી છાડવા વિજેતા બની હતી. આ સ્પર્ધા વિશે વાત કરતાં આઈઆઈએચએમના ડાયરેક્ટર અિનરુદ્ધ દાસ જણાવે છે કે, ‘અમદાવાદ ઝોનમાંથી સિલેક્ટ થયેલી વિદ્યાર્થીની લંડનમાં યોજાતી સ્પર્ધામાં જશે. લંડનમાં યુનિ.વેસ્ટ લંડનમાં આ ઈવેન્ટ યોજાશે. ભારતના ૬ શેફ વચ્ચે આ સ્પર્ધા યોજાશે. ત્યાં ઈન્ટરનેશનલ શેફ સાથે તેમની મુલાકાત થશે અને તેમના દ્વારા એક માસ્ટર ક્લાસ પણ યોજવામાં આવશે.
યંગ શેફની વિજેતા અમી છાડવા
૧૧માં ધોરણમાં ભણતી વડોદરાના નવરચના વિદ્યાલયની વિદ્યાર્થિની અમી છાડવા વિજેતા બની. અમીએ સ્ટાર્ટરમાં કોકટેલ રોલ, લેયર્ડ રાઈસ વિથ બ્રિંજલ રિંગ (મેઈન કોર્સ) અને ડેઝર્ટમાં ફીરની વીથ પરાલાઈન તૈયાર કર્યું હતું. અમીએ જણાવ્યું હતું કે, મને ઘર કરતા આ સ્પર્ધમાં તો સમય ઓછો જ લાગ્યો હતો. આ રેસીપી મેં પહેલી વાર અહીં બનાવી છે. અનુભવ ઘણો એક્સાઈટિંગ રહ્યો.
પાંચ લાખનું પ્રાઇઝ મળશે
હાલમાં આ કોલેજમાં ૨૦૧૨માં લંડનની સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતા અદિતી ચાંદ પોતાનો કોર્સ કરી રહી છે. તેમજ ૨૦૧૩માં અમદાવાદમાંથી લંડન સપર્ધા માટે સિલેકટ થયેલ કિષ્ણા શર્મા તેમજ જયપુરથી લંડન સ્પર્ધા માટે સિલેક્ટ થયેલ વીનીત આજ સંસ્થામાં હોટલ મેનેજમેન્ટનું ભણી રહ્યા છે. લંડનમાં વિનર બનનાર શેફને પાંચ લાખ કેશ પ્રાઈઝ આપવામાં આવશે.
સ્પર્ધા જજ કરનાર શેફ
કોલેજની ફેકલ્ટી સહિત મેરીયોટ્ટ હોટલના જનરલ મેનેજર ગૌરવ સિંઘ, હયાત હોટલના એિક્ઝક્યુટીવ શેફ મ્રીનમોય પાલે દ્વારા આ કોમ્પિટિશન જજ કરવામાં આવી હતી.