ચીનમાં પહેલીવાર નરી આંખે પાન્ડા જોયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિતેન્દ્ર બાઓનીએ ચીનની સફર વર્ણવી

પહાડો, સરોવર, નદી, ઝરણાં... કુદરતના આ તમામ નજારા એક જ જગ્યાએ જોવા મળે તો કેવું અદ્ભૂત લાગે આ બધું જ જો એકસાથે જોવું હોય તો ચીનમાં આવેલા સીચુઅન શહેરની મુલાકાત લેવી પડે. અહિંના લેન્ડસ્કેપ્સ વિશ્વ વિખ્યાત છે. શહેરમાં અમે લેટ નાઇટ એન્ટ્રી કરી હોવાથી અમારી હોટલની બહારના સરોવરમાં પડતો ચંદ્રનો પ્રકાશ કોઈ ચિત્રકારે કંડારેલા સૌંદર્યનુ દશ્ય ખડું કરતું હતું.

જ્યારે સવારનો વહેલો સમય કોઇ નોવેલમાં દર્શાવેલ સવારના વર્ણનની યાદ અપાવતી હતી. અહિંયાના કેટલાક પ્લાન્ટ્સ અને ફ્લાવર અમને પહેલીવાર જોવા મળ્યા. હેન્ડૂયન માઉન્ટેનમાં આશરે પ૦થી પણ વધારે રેસ પ્લાન્ટ્સ આવેલા છે. અહિ‌ના જંગલોમાં નામશેષ થઈ રહેલા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોઇ શકાય છે. જેથી આ બાબત જાણ્યા બાદ સૌપ્રથમ અમે સફારીની સવારી કરવા માટે નીકળી પડયા હતા.

ખુશનુમા વાતાવરણમાં નેચરલ જર્ની કરવાની ખુબ જ મજા આવી. અહિ‌ના લોકો ટુરિસ્ટ પ્રત્યે ખુબ જ સારુ વર્તન કરે છે. અમને અહિંયા પડતી તકલીફમાં સૌથી પ્રથમ નંબરની તકલીફ હતી અહિંની ભાષા. ચીનમાં હજી લોકો અગ્રેજી શીખી રહ્યો છે, ત્યારે અમને જમવા માટે ઓર્ડર આપવામાં પણ તકલીફ થતી હતી. ક્યારેક તો ફની સીન ક્રિએટ થઇ જતો હતો. શહેર નજીક ચેન્ગડુ નામનો ર્બોડર એરિયા આવેલો છે આ વિસ્તારને 'ગેટ વે ઓફ ટિબેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૧૩મી સદીના જૂના ઐતિહાસિક પુરાવા પણ અહિ‌યા જ જોવા મળશે. પૃથ્વીનું સ્વર્ગ ગણાતું 'જ્યુઝાઇગૌ’ નામનું પ્લેસ નેચરલ એલિમેન્ટથી ભરપુર છે. પહાડોની વચ્ચેથી પસાર થતા નદીના કિનારે બેસીને લંચ લેવાનો લ્હાવો યાદગાર બની રહ્યો. માત્ર ટેલિવિઝનમાં જ જોયેલા પાન્ડાઓને પહેલીવાર પાન્ડા પાર્કમાં નિહાળ્યા. તેમની રહેવાથી લઇને ફૂડ આપવાની પદ્ધતિ જોઇ. દુજિઅન્ગ્રેન ઇરિગેશન પ્રોજેક્ટ પ૦ શહેરોને પાણી પુરુ પાડે છે. આટલો વિશાળ ડેમ જોઇને નવાઇ અનુભવી. આ શહેર નેચરલ સાથે સાયલન્સ ફિલિંગ આપે તે પાક્કુ છે.

(આર્ટિ‌સ્ટ જીતેન્દ્રસિંહ બાઓનીએ પાર્થવ દવેને જણાવ્યા અનુસાર)