તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો માટેના સાયન્સ પાર્કના ગેટ ખોલવાનો સમય સચવાતો નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાર્કના દરવાજા નિયમિત ખૂલતા ન હોવાથી મુલાકાતીઓ નિરાશ
- ઘણીવાર ધકકો થતાં મુલાકાતીઓમાં રોષ


પાંચ વર્ષ પછી ધમધમતુ થયેલા સાયન્સ પાર્કના દરવાજા અનિયમિત રીતે ખોલવામાં આવી રહ્યા છે ત્યારે સહેલાણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કમાટીબાગમાં પાંચ વર્ષ પહેલા સાયન્સ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, સાયન્સ પાર્કમાં સાધનો ખંડેર હાલતમાં થઇ ગયા હતા.

દિવ્યભાસ્કરે આ મામલે સેવાસદનના સત્તાધીશોની આંખો ખોલી હતી. કમાટીબાગમાં સહેલાણીઓમાં અને ખાસ કરીને બાળકોમાં આકર્ષણનુ કેન્દ્ર બનેલા સાયન્સ પાર્કને ત્રણ મહિ‌નાની મુદતમાં શરૂ કરવા માટે તત્કાલિન મ્યુ.કમિશનર અશ્વીનીકુમારે ખાતરી આપી હતી અને તે પહેલા જ સાયન્સ પાર્ક પુન: ધમધમતુ થઇ ગયુ હતુ.સાયન્સ પાર્કને રંગરોગાન કરવાની સાથોસાથ સાધનોને નવુ સ્વરૂપ આપવામાં આવ્યુ હતુ. અલબત્ત, સાયન્સ પાર્કના સાધનો માત્ર બાળકો માટે જ હોવા છતાં ત્યાં મોટેરાઓ જઇ રહ્યા છે અને તેના કારણે સાધનોને નુકશાન થઇ રહ્યુ છે.

જેમાં, નવીનક્કોર ખુરશી અને ડાયનાસોરની પૂંછડીને નુકશાન થયુ છે.તંત્રે આ ઘટના પછી મોટેરાઓ બાળકોના સાધનોનો ઉપયોગ ના કરે તેના ઉપર ભાર મૂકયો હતો. પરંતુ, આ સ્થિતિમાં, સાયન્સ પાર્કના દરવાજા છેલ્લા કેટલાક સમયથી અનિયમિત રીતે ખુલી રહ્યા છે. સેવાસદનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર વી આર ચીખલીયાએ જણાવ્યું હતું કે, બપોરના સમયે સાયન્સ પાર્ક બંધ કરાય છે અને સાંજે ચાર થી છ વાગ્યા સુધી સાયન્સ પાર્ક ખોલાય છે. કેટલાક સાધનોને નુકશાન થયુ હોવાથી તેને ધ્યાનમા રાખી નિર્ણય લેવાયો છે.