કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપારડીની હોટલના સંકુલમાં જ કેમિકલ પાઉડરની હેરાફેરી કરતા ચાર શખ્સની ધરપકડ૩૩ લાખનો કેમિકલ પાઉડર, બે ટેન્કર અને કાર સહિત ૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયોસુરતની રિલાયન્સ કંપનીમાંથી ભરૂચના ઉમલ્લા વિસ્તારની કંપનીમાં સપ્લાય કરવામાં આવેલાં લાખો રૂપિયાના કેમિકલ પાવડરની બારોબાર ચોરી કરવાના કૌભાંડનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.ઝઘડિયા રાજપારડી ચાર રસ્તા ઉપર આવેલી સહયોગ હોટલના સંકુલમાં ટેન્કરમાંથી કેમીકલ પાવડર ચોરી કરી રહેલાં બે ટેન્કર ચાલક, સહયોગ હોટલના સંચાલક તથા સુરતના એક શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રંગે હાથે ઝડપી પાડી ૩૩ લાખની કિંમતનું કેમિકલ પાવડર ભરેલાં બે ટેન્કર, એક મારૂતિ ફ્રન્ટી, ત્રણ મોબાઇલ તેમજ ચોરી કરેલાં કેમિકલ પાવડરના જથ્થા સહિત કુલ પ૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર એમ. પી. ભોજાણીને માહિતી સાંપડી હતી કે, ઝઘડિયા તાલુકામાં આવેલાં રાજપારડી ગામની સહયોગ હોટલના સંકુલમાં ધમધમતા કેમિકલ ચોરીના વેપલામાં મોટાપાયે કેમિકલ ચોરી થનાર છે. જિલ્લા પોલીસ વડા ગૌતમ પરમારની દોરવણી હેઠળ ઇન્સપેક્ટર ભોજાણીએ સ્ટાફ સાથે સોમવારે મળસ્કે સહયોગ હોટલ પાસે પહોંચી જઇ છાપો મારતાં સહયોગ હોટલના સંકુલમાં બે ટેન્કરમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.પોલીસે બન્ને ટેન્કરના ચાલકો દશરથસિંગ ઉર્ફે ગુપ્તા રાજપુત, જોગીન્દર પાલ તેમજ રાજપારડી ખાતે આવેલી સહયોગ હોટલનાં સંચાલક અબ્દુલ રઝાક ખત્રી તેમજ ચોરીનો મુદ્દામાલ લેવા આવેલાં સુરતના અમરેલી વિસ્તારના જયેશ ઘેલા ભરવાડની પણ ધરપકડ કરી હતી.પોલીસે તપાસ કરતાં હજીરાની રિલાયન્સ કંપનીમાંથી દોરા બનાવવા માટે ઉપયોગી કુલ ૩૩ લાખની કિંમતનો કેમિકલ પાવડર બન્ને ટેન્કરમાં ઉમલ્લાની આરપીએલ કંપનીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાને પગલે બે ટેન્કરના ચાલકો, સહયોગ હોટલનાં સંચાલક તેમજ ચોરીનો મુદ્દામાલ લેવા આવેલાં સુરતના અમરેલી ખાતેના જયેશ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરતાં ભરૂચ જિલ્લામાં ચકચાર મચી છે.