હિ‌ન્દી ભાષી સમાજ આજે છઠ મહાપૂજા મહોત્સવ મનાવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર તટે તેમજ શહેર આસપાસના તળાવો ખાતે પરંપરાગત રીતે ઉજવણીનું આયોજન કરાયું

પ્રતિવર્ષ કારતક સુદ-૬ ના દિવસે ઉજવાતા છઠપૂજા મહોત્સવની વડોદરામાં વસવાટ કરતા હિ‌ન્દી ભાષી સમાજ દ્વારા ફાજલપુર મહીસાગર તટે તેમજ શહેર આસપાસના તળાવો ખાતે આવતીકાલે શુક્રવારે સાંજે તેમજ શનિવારે સવારે પરંપરાગત રીતે ઉજવણીનું આયોજન કરાયું છે. છઠવર્તી‍ શ્રદ્ધાળુઓ છઠની સાંજે આથમતા અને સાતમની સવારે ઉદય પામતા ભગવાન સૂર્યનારાયણનું પૂજન-અર્ચન કરશે.

હિ‌ન્દી ભાષી વિકાસ મંચ મંડળ દ્વારા ફાજલપુરના મહીસાગર નદીના કિનારે આવતીકાલે તા.૮ નવેમ્બરે સાંજે ૪ વાગ્યાથી તા.૯ નવેમ્બરના સવારે ૮ વાગ્યા સુધી છઠ મહાપૂજા મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત શહેર આસપાસ આવેલા બાપોદ તળાવ, કરોળિયા તળાવ, તરસાલી તળાવ, ગોરવા તળાવ ખાતે પણ હિ‌ન્દી ભાષી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છઠપૂજામાં ભાગ લેશે.

પારિવારિક સુખ, સમૃદ્ધિ થતા મનવાંછિત ફળની પ્રાપ્ત? માટે તેમજ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે આ પર્વ મનાવાય છે. છઠવર્તી‍ઓ છઠની સાંજે અને સાતમની સવારે ઉદય પામતા સૂર્યને અઘ્ર્ય આપી પૂજન-અર્ચન-પ્રાર્થના કરે છે.છિઠ મહાપૂજાના આયોજક જિતેન્દ્ર રાય, ડી.એન.ઠાકુર, ઉદ્ધવ ભગત, દિલીપ નેપાલી દ્વારા ફાજલપુર-મહીસાગર ખાતે મહાપ્રસાદ અને શુક્રવારે રાત્રે ભોજપુરી સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે.

મહીસાગર ખાતે ૩૦ હજારથી વધુ છઠવર્તી‍ઓ ઉમટશે
મહીસાગર ખાતે આવતીકાલે શુક્રવારે સાંજે ૪ વાગ્યાથી શરૂ થનારા છઠપૂજા મહોત્સવમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં ૩૦ હજારથી વધુ છઠવર્તી‍ઓ ઉમટશે તેમ આયોજક જિતેન્દ્ર રાયે જણાવ્યું હતું. છઠપૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેવાના હોઇ આ કાર્યક્રમ શાંતિપૂર્વક પાર પડે તે હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ તેમજ એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.