• Gujarati News
  • Chargesheet To Deputy Mamlatdar In Premimum Loss Case In Vadodara

વડોદરાઃ પ્રિમિયમ નુકસાના કેસમાં ના. મામલતદારને ચાર્જશીટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભંવરલાલ ગૌડ અને ભોળાભાઈ જુથની જમીનોના એન.એ. ઓર્ડર સ્થગિત કરવાના પ્રકરણમાં સરકારને પ્રિમીયમના નુકસાન અંગે નાયબ મામલતદારને ચાર્જશીટ અને તત્કાલિન નાયબ કલેક્ટર દ્વારા દાખવામાં આવેલી બેદરકારી અંગે રાજ્ય સરકારન રિપોર્ટ કરાયો હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

ભંવરલાલ ગૌડની વેમાલીમાં આવેલી સીટી રીસોર્ટની જમીન પૈકીની કેટલીક જમીનમાં નવી શરતના નિયંત્રણો લાગુ પડતા હોવા છતાં તત્કાલીન નાયબ કલેક્ટર હર્ષ યાદવ દ્વારા પ્રથમ બે વખત ના પાડ્યા બાદ ત્રીજી વખત અચાનક હા પાડી સરકારને રૂ. ૧૬ કરોડના પ્રિમીયમનું નુકશાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભોળાભાઈ જુથ દ્વારા જામ્બુવામાં ખરીદવામાં આવેલી જમીનમાં પણ આવી જ ખામી જણાઈ હતી. આ પ્રક્રિયામાં સૌ પ્રથમ નોંધ મુકનાર નાયબ મામલતદાર એન.એમ. જોષીએ ફરજમાં બેદરકારી દાખવી હોવાનું જણાતા આજે ચાર્જશીટ ફટકારવામાં આવી હતી. જ્યારે તત્કાલીન નાયબ કલેક્ટર હર્ષ યાદવ સામે કાર્યવાહી કરવાની ભલામણ સાથેનો રીપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

ભોળાભાઈ જૂથની જમીનમાં નવી શરતનાં નિયંત્રણો
વડોદરા . ભોળાભાઈ જુથ દ્વારા જામ્બુવામાં ખરીદવામાં આવેલી ૧૦ લાખ ચોરસ ફૂટ જમીનમાં નવી શરતના નિયંત્રણો લાગુ પડતા હોવાનું ધ્યાને આવતા કલેક્ટર વિનોદ રાવ દ્વારા ગત સપ્ટેમ્બર ૨૦૧૨માં એન.એ. ઓર્ડર સ્ટે કરવા સાથે તેને રદ કરવાની કાર્યવાહી કરવાનો ખાસ સચિવ મહેસુલ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી. જેની સાથે જામ્બુવાની સર્વે નંબર ૬૫૩,૬૫૪ અને ૬૫૫ની જમીનમાં નવી શરતના નિયંત્રણો લાગુ કરવા માટે કલેક્ટરે મામલતદાર કૃષપિંચને આદેશ કર્યો હતો. કલેક્ટરના આદેશના પગલે મામલતદાર કૃષપિંચે ૧૭ જાન્યુઆરીના રોજ હુકમ નંબર ૧૫૨/૨૦૧૨થી હુકમ કરતા તેની જમીન મહેસુલના રેકોર્ડમાં ૩૦ જાન્યુઆરીએ નોંધ પાડી નવીશરતના નિયંત્રણો લાગુ પાડવામાં આવ્યા છે.