• Gujarati News
  • Champions League Will Test The Knowledge Of The Bhagavad Gita

ભગવદ્ ગીતાનું જ્ઞાન ચકાસવા પહેલી વખત ગીતા ચેમ્પિયન્સ લીગ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભગવદ્ ગીતાનું જ્ઞાન ચકાસવા પહેલી વખત ગીતા ચેમ્પિયન્સ લીગ યોજાશે
- ઇસ્કોન મંદિરના ઉપક્રમે ભગવદ્ ગીતાની પરીક્ષાનું આયોજન
- કોન્ટેસ્ટમાં ભાગ લેવા અત્યાર સુધી 1,000 રજિસ્ટ્રેશન થઈ ગયાં
વડોદરા : વડોદરામાં 34 વર્ષથી અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સફળ આયોજન કરનાર ઇસ્કોન મંદિરના ઉપક્રમે જાન્યુઆરીમાં બાળકો અને મોટેરાઓનું ભગવદ્ ગીતાનું જ્ઞાન ચકાસવા માટે ભગવદ્ ગીતા ક્વિઝ કોન્ટેસ્ટ (વિશેષ પરીક્ષા) યોજાશે. ગીતા ચેમ્પિયન્સ લીગ નામથી યોજાનાર ભગવદ્ ગીતા વિશેની આ પરીક્ષા માટે અત્યાર સુધીમાં 1000 જેટલાં ભગવદ્ ગીતાના શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ઓક્ટોબરમાં શહેરમાં જૈન સમાજ દ્વારા જૈન સંપ્રદાયના ઇતિહાસ-ધર્મ આધારિત કૌન બનેગા મહાજ્ઞાની સ્પર્ધા યોજાઇ હતી. હવે શ્રીકૃષ્ણ ભક્તનિા આસ્થા કેન્દ્ર ઇસ્કોન મંદિરના ઉપક્રમે વડોદરા શહેરમાં પહેલી વખત ગીતા ચેમ્પિયન્સ લીગનું આયોજન કરી ભગવદ્ ગીતા વિશેની પરીક્ષા યોજવામાં આવનાર છે.ઇસ્કોન મંદિરના મુખ્ય મુખ્યાજી સેવાવિલાસ સ્વામીએ ગીતા ચેમ્પિયન્સ લીગ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ભગવદ્ ગીતા વિશેના શ્રદ્ધાળુના લગાવને ધ્યાનમાં રાખી ભગવદ્ ગીતા આધારિત પરીક્ષા ગીતા ચેમ્પિયન્સ લીગ હેઠળ લેવાશે.
પરીક્ષાનું પ્રશ્નપત્ર વૈકલ્પિક પ્રકારનું હેતુલક્ષી રહેશે. જેમાં માત્ર સાચા જવાબ પર પરીક્ષાર્થીએ માર્ક કરવાનું રહેશે. શ્રીમદ ભગવદ્ ગીતા વિશેની પરીક્ષા માટે બે ગ્રૂપ રખાયાં છે. ગ્રૂપ-1 માં ધો.10 (જુનિયર) સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જ્યારે ગ્રૂપ-2 માં તમામ વય ગ્રૂપના (સિનિયર)નાગરિકો ભાગ લઇ શકશે. જુનિયર ગ્રૂપની પરીક્ષા તા.11 જાન્યુઆરી અને સિનિયર ગ્રૂપની પરીક્ષા તા.18 જાન્યુઆરીએ યોજાશે. પરીક્ષામાં ભાગ લેવાનું રજિસ્ટ્રેશન કરાવવા માટેની 30 નવેમ્બર રખાઈ છે.
પરીક્ષાની તૈયારી માટે ઇસ્કોન મંદિર ખાતે દર શનિવારે સાંજે 4.30 કલાકે અને રવિવારે સવારે 11 કલાકે ક્લાસ પણ શરૂ કરી દેવાયા છે. શ્રીમદ્ ભગવત ગીતા વિશેની પરીક્ષા અંગ્રેજી, ગુજરાતી અને હનિ્દી ભાષામાં આપી શકાશે.
બંને ગ્રૂપના પ્રથમ 3 વિજેતાને રોકડમાં ઇનામો અપાશે
વડોદરા. ઇસ્કોન મંદિર દ્વારા શહેરમાં પહેલી વખત શ્રીમદ્ ભગવત ગીતા વિશેની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં વધુને વધુ વિદ્યાર્થીઓ અને શહેરીજનો ભાગ લે તે માટે બંને ગ્રૂપના પ્રથમ 3-3 વિજેતાઓને રોકડ ઇનામો આપવાની જાહેરાત કરાઇ છે. આ ઉપરાંત બંને ગ્રૂપના ટોપ ટ્વેન્ટી સ્પર્ધકોને આકર્ષક ઇનામો અપાશે.
પરીક્ષાની તૈયારી માટે 454 પ્રશ્નોની પુસ્તિકા તૈયાર કરાઇ
શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશેની પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો માટે ઇસ્કોન મંદિર દ્વારા 454 પ્રશ્નોની પુસ્તિકા તૈયાર કરાઇ છે. અંગ્રેજી, ગુજરાતી અને હનિ્દી ભાષામાં તૈયાર કરાયેલી આ પુસ્તિકા પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવતી ઉમેદવારને આપવામાં આવે છે.

ભગવદ્ ગીતા વિતરણનું અભિયાન ચલાવાશે
દર વર્ષે ગીતા જ્ઞાન દિવસ(ગીતા જયંતિ)એ ઇસ્કોન દ્વારા ભગવદ્ ગીતા પુસ્તક વિતરણનું વ્યાપક સ્તરે વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ગીતા જયંતિ તા.2 ડિસેમ્બરે હોઇ સમગ્ર મહનિા દરમિયાન ભગવદ્ ગીતા નજીવી કિંમતે વિતરણ કરવાનું અભિયાન ચલાવાશે.