ચૂંટણી ચક્રવ્યૂહ: મધ્ય ગુજરાતના ભાજપના ઉમેદવારોની યાદી ઘોંચમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-લોકસભાની ચૂંટણીના સળવળાટ વચ્ચે હજી નામોની ચર્ચા સુઘ્ઘાં થઇ નથી
-હવે હોળી પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
-હાલમાં મધ્ય ગુજરાતની પાંચ બેઠક પૈકી ચાર બેઠક ભાજપ પાસે છે
-મોદી અને અડવાણીની બેઠક નક્કી ન થતાં દાવેદારોના જીવ તાળવે

લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ મધ્ય ગુજરાતમાં ભાજપી મોરચે ભારે સળવળાટ શરૂ થઇ ગયો છે પણ હજી સુધી દાવેદારોના નામોની ચર્ચા મોવડીમંડળે કરી નથી. આ સંજોગોમાં હવે હોળી પછી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠકમાં પેનલના નામોની ચર્ચા કરવામાં આવનાર છે. મધ્ય ગુજરાત સહિ‌ત રાજયની તમામ ૨૬ બેઠક માટે તા.૩૦ એપ્રિલે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોની પેનલ બેઠક દીઠ બનાવી હતી અને સુનાવણી કરી હતી.

આ સુનાવણી પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી પણ તેમાં હજી સુધી કોઇ નામોની ચર્ચા કરવામાં આવી નથી. મધ્ય ગુજરાતની વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચ બેઠક પૈકી ભાજપ પાસે ચાર બેઠક છે અને એક બેઠક(દાહોદ) કોંગ્રેસના ફાળે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દેવાયા છે ત્યારે તેઓ ગુજરાતની ૨૬ પૈકી કોઇ બેઠક ઉપરથી ઝંપલાવશે કે કેમ તે હજી સુધી અનિર્ણિત છે.આ સંજોગોમાં, ભાજપે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી નાંખ્યા છે પણ ઉમેદવાર વગર પ્રચાર કયાં કરવા જવુ તે અંગે ખુદ હોદ્દેદારો પણ અવઢવમા છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...