આજે વાઘ બારસની ઉજવણી સરસ્વતી-ગૌ પૂજનનો મહિમા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે વાઘ બારસની ઉજવણી સરસ્વતી-ગૌ પૂજનનો મહિમા
- રાત્રિના સમયે રોશનીથી શહેર ઝગમગી ઉઠયું
- ઘર આંગણે રંગોળી અને દીવડા પ્રગટાવવાની શરૂઆત
વડોદરા : દિવાળી પર્વનો મંગલ પ્રારંભ આસો વદ એકાદશી અર્થાત્ રવિવારથી થયા બાદ આવતીકાલે સોમવારે વાઘ બારસ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાશે. વાઘ બારસ પર્વે ગૌ પૂજન અને સરસ્વતી પૂજનનો મહિમા છે. દિવાળી પર્વનો એકાદશીથી અથવા વાઘ બારસ પર્વથી પ્રારંભ થાય છે. વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ માનવામાં આવતો હોઇ આવતીકાલે સોમવારે વાઘ બારસ પર્વની ઉજવણી સાથે શહેરજનો તેમના ઘર આંગણે રંગોળી પૂરવાનો તેમજ ઊંબરા પૂજવાની પરંપરાનો પ્રારંભ કરશે.

વાઘ બારસને ગૌ વત્સ દ્વાદશી તેમજ વાક્ બારસ પણ કહેવામાં આવે છે. ગૌ વત્સ દ્વાદશી નિમિત્તે ગૌ પૂજનનો અને વાક્ બારસ નિમિત્તે સરસ્વતી દેવીની આરાધના કરવાનો મહિમા છે. એટલું જ નહીં, માતા સરસ્વતીના ઉપાસકો, વિદ્ધાનો, પંડિતો, કવિઓ, સાહિત્યકારો, કલાકારો, સંગીત શાસ્ત્રીઓનું બહુમાન કરવાની લોકલાયકા છે. વાઘ બારસનું અન્ય એક પૌરાણકિ નામ વસુ બારસ છે. વસુ એટલે ગાય, ગાયને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવતું હોઇ આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરીને તેને ખોરાક ખવડાવવાની પણ પરંપરા છે.


અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારે એકાદશી સાથે દિવાળી પર્વનો પ્રારંભ થતાં શહેરજનોએ નવાં કપડાં પરિધાન કરીને ઉંમરા પૂજન કર્યું હતું. અને ઘરના ઉબંરામાં દિપ પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે રાત્રિના સમયે રોશનીનો ઝગમગાટ જોવા માટે શહેરજનો ઉત્સુક બન્યાં હતાં. શહેરમાં ઘરો પર, સરકારી તેમજ ખાનગી કચેરીઓ, બહુમાળી ઇમારતો પર રોશની કરવામાં આવી છે.