CBSE ધો.12ના તેજસ્વી તારલાઓના પરિણામની કહાની તેના જ મુખે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પરિણામ જાહેરઃ ધો.૧૨ સાયન્સ ટોપર્સમાં ભવન્સ સ્કૂલ, ડીપીએસ અને નવરચના સ્કૂલ ઝળકી
- વડોદરાનું CBSE ધો.૧૨નું ૯૮.૮% પરિણામ
- ડીપીએસનો રવિશ ગુપ્તા કોમર્સમાં ૯૭.૮ ટકા સાથે શહેરમાં પ્રથમ આવ્યો
- ભવન્સ સ્કૂલનો વિવેક અને ડીપીએસ સ્કૂલની વત્સલા વર્મા ૯૭.૬% સાથે પ્રથમ


સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેરનું ૯૮.૮ ટકા આવ્યું હતું. મકરપુરાની ભવન્સ સ્કૂલના વિવેક પટેલ તથા કલાલીની ડીપીએસ સ્કૂલની વિદ્યાર્થિ‌ની વત્સલા વર્માએ ૯૭.૬ ટકા સાથે સાયન્સમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. એજ રીતે કોમર્સમાં ડીપીએસ, કલાલીના વિદ્યાર્થી રવિશ ગુપ્તાએ ૯૭.૮ ટકા સાથે શહેરમાં ટોપટેનમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

ધો-૧૨ સાયન્સના પરિણામમાં શહેરની ભવન્સ સ્કૂલમાં કોમર્સમાં પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું. ડીપીએસ-કલાલીમાં પરિણામ ૧૦૦ ટકા, જીપીએસ-અટલાદરામાં સાયન્સમાં ૬૪ વિદ્યાર્થી અને કોમર્સમાં ૩૩ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ન્યૂઇરા હાઇસ્કૂલમાં સાયન્સમાં ૮૦ ટકા તથા કોમર્સમાં ૧૦૦ ટકા આવ્યું હતું. નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સના કુલ પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું.

આગળ વાંચો, શું કહે છે સીબીએસઈનાં તેજસ્વી છાત્રો?