CBSE ધો.૧૨ સાયન્સમાં સપના સ્ટેટ ટોપર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બુધવારે ધોરણ-૧૨ સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝનું રિઝલ્ટ ડિકલેર કરાયું. જેમાં શહેરની મોટાભાગની સ્કૂલ્સનું ૧૦૦% રિઝલ્ટ આવ્યું છે. ૧૦૦% પોઝિટિવ રિઝલ્ટથી સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા સ્કૂલ્સમાં પણ સેલબ્રિેશનનો માહોલ જોવા મળ્યો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ સ્ટ્રીમના રિઝલ્ટ બુધવારે સવારે જાહેર થયા હતા. જેમાં હરણી વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલની વિદ્યાર્થીની સપના મિત્તલ સ્ટેટ ટોપર બની હતી. સપનાએ ૯૭.૦૮ પર્સન્ટેજ સાથે શહેરને ગૌરવ અપાવ્યું છે. શહેરની મુખ્ય સ્કુલ્સ અને કેન્દ્રીય વિદ્યાલયોમાં અભ્યાસ કરતા ૧૨મા ધોરણના સ્ટડન્ટ્સના રિઝલ્ટ જાહેર થતા જ સવારથી ઇન્ટરનેટ પર રિઝલ્ટ જોવા માટે સ્ટુડન્ટ્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રિઝલ્ટ જાહેર થતા સ્ટુડન્ટ્સ પોતાની સ્કુલ્સમાં જઇને ટિચર્સ તેમજ ફ્રેન્ડસને મળીને પોતાની ખુશી જાહેર કરી હતી. સેન્ટ્રલ બોર્ડ દ્વારા રિઝલ્ટના સેન્ટર્સ મુજબ રિઝલ્ટ ડિકલેર ન થવાને લીધે શહેરના ટોટલ રિઝલ્ટનો ફગિર જાહેર થયો ન હતો. પરંતુ શહેરની મોટાભાગની સીબીએસઇ સ્કુલ્સનું રિઝલ્ટ ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું હતું.

જેમાં પ્રાઇવેટ સ્કુલ્સ અને શહેરની ૪ કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ થાય છે.
શહેરની ચાર કેન્દ્રીય વિદ્યાલયમાંની કિન્દ્રય વિદ્યાલય ઓનએનજીસીનું રિઝલ્ટ ૧૦૦ આવ્યું હતું. જ્યારે કેન્દ્રીય વિદ્યાલય, ઇએમઇનાં રિઝલ્ટ ૯૭.૬ ટકા જાહેર થયું હતું. કેન્દ્રીય વિદ્યાલય એરફોર્સનું ૯૬.૭પ ટકા , કેન્દ્રીય વિદ્યાલય હરણીનું રિઝલ્ટ ૮૨.૧૧ ટકા જાહેર થયું હતું. શહેરની મુખ્ય પ્રાઇવેટ સ્કુલ્સના જણાવ્યા પ્રમાણે રિઝલ્ટ મોટા ભાગે ૧૦૦ ટકા હતા. સીબીએસઇના સ્ટુડન્ટ્સના મતે સારો સ્કોર કરવા માટે તેમને એક્સ્ટ્રા રિડિંગ કરતા પણ વધારે ટેક્સ્ટ બુક રિડિંગથી ફાયદો
થયો હતો.

આગળ વાંચો વધુ વિગત