જાણો CBSE ધો.૧૦ના તેજસ્વી તારલાઓની મહેચ્છા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડીપીએસ સ્કૂલના ૨૨પ પૈકી ૮પ વિદ્યાર્થી‍ઓનાં ૧૦ સીજીપીએ પોઇન્ટ
- પરિણામ જાહેર : શહેરના ૧૨૦૦ પૈકી ૧૧૮૮ વિદ્યાર્થીઓ પાસ થયા
-
તેજસ્વી તારલા કહે છે કે ફિકસિંગથી આઇપીએલની મજા મરી ગઇ

સીબીએસઇ દ્વારા ધોરણ-૧૦ના જાહેર થયેલા પરિણામમાં ૧૦ સીજીપીએ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ તબીબ તથા એન્જિનીયર બનાવા માંગે છે.

સીબીએસઇ દ્વારા આજે ધોરણ-૧૦ના જાહેર થયેલાં પરિણામમાં કલાલીની ડીપીએસ સ્કૂલમાંથી ૨૨પ વિદ્યાર્થીઓએ પૈકીસૌથી વધુ ૮પ વિદ્યાર્થીઓએ ૧૦ પોઇન્ટ સીજીપીએ (કમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજ) મેળવીને સીબીએસઇ સ્કૂલોમાં ટોપસ્થાન મેળવ્યું હતું.

નવરચના-વિદ્યાની સ્કૂલના ૨૦૩ વિદ્યાર્થીઓએ પૈકી ૨પ વિદ્યાર્થીઓએ ૧૦ સીજીપીએ પોઇન્ટ મેળવવામાં સફળતા મળી છે. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના૩૭ પૈકી ૩ વિદ્યાર્થીઓને ૧૦ પોઇન્ટ સીજીપીએ મળ્યા હતા. મકરપુરાની ભવન્સ સ્કૂલના ૧૩૭ પૈકી ૨૦ વિદ્યાર્થીઓએ ૧૦ સીજીપીએ પોઇન્ટ તથા ૬૪ વિદ્યાર્થીઓએ ૯ પોઇન્ટ મેળવ્યો હતો.

નિઝામપુરાની ન્યુ ઇરા સ્કૂલમ્ના ૧૧પ પૈકી ૨૦ વિદ્યાર્થીઓએ ૧૦ પોઇન્ટ સીજીપીએ, વાસણાની બ્રાઇટ સ્કૂલના ૮૪ પૈકી ૨ વિદ્યાર્થીઓને ૧૦ પોઇન્ટ સીજીપીએ, ગોત્રીની આનંદ વિદ્યાવિહાર સ્કૂલમાંથી ૪૩ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીને ૧૦ પોઇન્ટ સીજીપીએ, સમાની ઉર્મિ‌ સ્કૂલમાંથી પરીક્ષા આપનાર પ૮ વિદ્યાર્થીઓ પૈકી ૨ વિદ્યાર્થીઓને ૧૦ પોઇન્ટ સીજીપીએ, અટલાદરાની જીપીએસના ૬૩ વિદ્યાર્થીઓ પૈકી ૨ વિદ્યાર્થીઓએ ૧૦ પોઇન્ટ સીજીપીએ મેળવવામાં સફળતા મળી હતી.

આગળ વાંચો શું કહે સફળતા વિશે