તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૩.૨૭ લાખના દાગીનાની ચોરીમાં બે વિદ્યાર્થી પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-નવાયાર્ડના ફલેટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
-હરણી રોડની મહિ‌લાની પણ ચોરીમાં સંડોવણી : ડુપ્લિકેટ ચાવી બનાવી ખેલ પાડયો

નવાયાર્ડ રોડ પર સાંઇ દર્શનમ એપાર્ટમેન્ટમાં થયેલી ૩.૨૭ લાખના દાગીનાની ચોરીમાં બે કોલેજિયનની પોલીસે ધરપકડ કરી હતી. નવાયાર્ડ રોડ પર સાંઇ દર્શનમ એપાર્ટમેન્ટમાં નીતુબહેન વિશાલભાઇ પગારે પુત્રી દિશા સાથે રહે છે. તેમના પતિ અબુધાબી ખાતે નોકરી કરે છે. તા.૨ના રોજ રાતે ૧૦થી ૧૨ વાગ્યાના અરસામાં તેમના ઘરનું તાળું ડુપ્લિકેટ ચાવીથી ખોલીને તસ્કરોએ સોના- ચાંદીના દાગીના કિંમત ૩.૭૨ લાખની ચોરી કરી હતી.

આ અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરીને મહિ‌લાને ત્યાં આવતા લોકોની તપાસ હાથ ધરી હતી. જેમાં તરુણ મોહનભાઇ સોલંકી અને ધવલ રૂપલાલ શાહની અટકાયત કરી પૂછતાછ કરતા બંનેએ ચોરીની કબૂલાત કરી હતી. આણંદની યુનિ.માં સોશિયલ વર્કનો અભ્યાસ કરતા તરૂણ અને મ.સ.યુનિ.માં બીકોમના અભ્યાસ કરતા ધવલે પોલીસ સમક્ષ કેફિયત કરી હતી કે તેઓ હરણી રોડની રાજેશ્વર રેસિડેન્સીમાં રહેતી રજવીનદર ગુરુનામસિંગ વાલા સાથે નીતુબહેનના ઘરે અવરજવર કરતા હતા.

તા.૨ના રોજ પણ ત્રણે ગયા હતા. જયાં રજવીન્દર નીતુબહેન સાથે વાતો કરતી હતી. ત્યારે પ્લાનિંગ મુજબ ઘરની ચાવી ચોરી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. ત્યારબાદ રાતે આ ચાવીથી ઘર ખોલીને ચોરી કરી હતી. પોલીસે બંનેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમજ રજવીન્દર વાલાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.